Zubeen Garg Death Probe | સિંગાપોરમાં ગાયકના મૃત્યુના સંદર્ભમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલ (NEIF) ના મુખ્ય આયોજક શ્યામકાનુ મહંતા અને ઝુબીન ગર્ગ (Zubeen Garg) ના મેનેજર સિદ્ધાર્થ શર્મા (Siddharth Sharma) ની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે બુધવારે જણાવ્યું હતું.
ઝુબીન ગર્ગના મેનેજરની ધરપકડ
સિંગાપોરથી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચતા જ મહંતની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે શર્માની ગુરુગ્રામના એક એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, બુધવારે વહેલી સવારે બંનેને ગુવાહાટી લાવવામાં આવ્યા હતા.
19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં દરિયામાં ડૂબી જવાથી ગાયકના મૃત્યુની તપાસ માટે આસામ સરકારે સ્પેશિયલ ડીજીપી એમપી ગુપ્તાના નેતૃત્વમાં 10 સભ્યોની એસઆઈટીની રચના કરી હતી.
SIT એ મહંત, શર્મા અને સિંગાપોર આસામ એસોસિએશનના સભ્યો સહિત અનેક લોકોને અને જેઓ ઉત્સવ માટે સિંગાપોર ગયા હતા તેમને તેની સમક્ષ હાજર થવા અને તેના નિવેદનો નોંધાવવા માટે નોટિસ ફટકારી હતી.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ અગાઉ કહ્યું હતું કે મહંતા અને શર્મા વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા ‘લુકઆઉટ નોટિસ’ જારી કરવામાં આવી છે, જેમાં તેમને 6 ઓક્ટોબર સુધીમાં CID સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.