ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઉષા રાડા સહિત 12 IPS અધિકારીઓની બદલી

IPS Officers Transferred – ઉષા રાડાને SRP ગ્રુપ 11ની જવાબદારી આપવામાં આવી, મુકેશ પટેલને CID ક્રાઈમમાં DIGની જવાબદારી

Written by Ashish Goyal
Updated : November 02, 2022 19:43 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઉષા રાડા સહિત 12 IPS અધિકારીઓની બદલી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી ( પ્રતિકાત્મક તસવીર)

IPS Officers Transferred – ગુજરાતમાં હવે એક-બે દિવસમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની શક્યતા છે. આ પહેલા રાજ્યમાં સતત બદલીનો દોર યથાવત છે. રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ઉષા રાડાનો પણ સમાવેશ થાય છે. ઉષા રાડાને SRP ગ્રુપ 11ની જવાબદારી આપવામાં આવી છે.

રાજ્યમાં 12 આઈપીએસની બદલી

એનએન ચૌધરી – અમદાવાદના ટ્રાફિકના એડિ. કમિશનરની જવાબદારીએજી ચૌહાણ – સ્ટેટ પોલીસ એકેડમી કરાઈઆરટી સુસરા – હજીરામાં મરિન ટાસ્કફોર્સના SPઉષા રાડા – SRP ગ્રુપ 11ની જવાબદારીહર્ષદકુમાર પટેલ – પોલીસ એમ ટી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર મુકેશકુમાર પટેલ – CID ક્રાઈમમાં DIGપિનાકિન પરમાર – સુરતના DCP ઝોન 3ની જવાબદારીબલદેવ સિંહ વાઘેલા – અમદાવાદ શહેર ટ્રાફિકમાં DCPહેતલ પટેલ – સુરત સ્પેશિયલ બ્રાંચના DCPકોમલબેન વ્યાસ – અમદાવાદ કંટ્રોલરૂમકાનન દેસાઇ – અમદાવાદ ઝોન-4ના નવા DCPભક્તિ ઠાકર – સુરત ઝોન-1ના નવા DCP

આ પણ વાંચો – મહેસાણામાં સીટી બસમાંથી મહિલા મુસાફર નીચે પટકાતા થયું મોત, ઘટના CCTVમાં કેદ

આ પહેલા રાજ્યમાં બિન હથિયારી 27 PIની બદલી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં તાજેતરમાં જ બિન હથિયારી 76 DySPની બદલી કરવામાં આવી હતી. આ પહેલા મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરાઇ હતી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ