Gujarat IAS Officers Transferred: રાજ્યમાં બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે. બુધવારે 16 IASની બદલીના આદેશ કરાયા છે. જેમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિ. ના મેનેજિંગ ડિરેક્ટર IAS અરુણ મહેશ બાબુની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઇ છે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ઉચ્ચ અભ્યાસ કમિશનર તરીકે ગાંધીનગર ટ્રાન્સફર કરાયા છે.
અધિકારીનું નામ – બદલીનું સ્થળ
- દિલીપ રાણા – કમિશનર ઓફ હાયર એજ્યુકેશન, ગાંધીનગર
- એન.કે.મીણા – મ્યુનિસિપલ કમિશનર, ભાવનગર
- તુષાર કુમાર ભટ્ટ – કલેકટર, પાટણ
- મનીષ કુમાર – કલેકટર, ભાવનગર
- અરુણ મહેશ બાબુ – મ્યુનિસિપલ કમિશનર, વડોદરા
- આર.આર.ડામોર – ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, જોઈન્ટ સેક્રેટરી
- અરવિંદ વી – ગુજરાત ઇન્ફોર્મેટિક્સ, મેનેજિંગ ડિરેક્ટર, ગાંધીનગર
- નેહા કુમારી – મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેટ્રોનિક્સ મિશન
- અર્પિત સાગર કલેકટર, મહીસાગર
- શાલિની દુહાન – કલેકટર, ડાંગ-આહવા
- ભવ્ય વર્મા – કલેકટર, વલસાડ
- ગંગાસિંઘ – ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા
- મનીષ ગુરવાની – ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ
- ગુરવ દિનેશ રમેશ – ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરત
- સુરભી ગૌતમ – રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, વડોદરા
- ડો. પ્રશાંત જિલોવા – રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, અમદાવાદ
49 બિન હથિયારી PSIને PIમાં પ્રમોશન આપવાનો નિર્ણય
બીજી તરફ ગુજરાત પોલીસમાં પ્રમોશન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 49 બિન હથિયારી PSIને PIમાં પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. આના બે દિવસ પહેલાં 33 બિન હથિયારી PSIના બઢતીના આદેશ કરવામાં આવ્યા હતા.
Read More