scorecardresearch

2002 હુમલાનો કેસ: પાટકરે દિલ્હીના ઉપરાજ્યપાલ સક્સેનાની સુનાવણી સ્થગિત કરવાની અરજીનો કર્યો વિરોધ

2002 assault case: એક્ટિવિસ્ટના વકીલ ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે, મેઘા પાટકરે (Medha Patkar) વી કે સક્સેના (V K Saxena) ની અરજી સામે પોતાનો લેખિત વાંધો નોંધાવ્યો છે અને 15મી માર્ચે અમદાવાદ મેજિસ્ટ્રિયલ કોર્ટ સમક્ષ તેની દલીલ કરવામાં આવશે

2002 હુમલાનો કેસ: પાટકરે દિલ્હીના ઉપરાજ્યપાલ સક્સેનાની સુનાવણી સ્થગિત કરવાની અરજીનો કર્યો વિરોધ
એક્ટિવિસ્ટ મેઘા પાટકર

એક્ટિવિસ્ટ મેધા પાટકરે ગુરુવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (L-G) વિનય કુમાર સક્સેનાની અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. સક્સેનાએ અરજી કરી હતી કે, અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમની સામે ફોજદારી ટ્રાયલ પર ત્યારે રોક લગાવવા, જ્યાં સુધી તેઓ ઉપરાજ્યપાલના પદ પર ચાલુ રહે. મેઘા પાટકરે વાંધા અરજી સાથે કહ્યું કે, આ એક એવો મામલો જેમાં તેમના પર આરોપ છે કે, 2002માં કથિત રીતે તેમની સાથે મારપીટ કરાઈ.

એક્ટિવિસ્ટના વકીલ ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે, પાટકરે સક્સેનાની અરજી સામે પોતાનો લેખિત વાંધો નોંધાવ્યો છે અને 15મી માર્ચે અમદાવાદ મેજિસ્ટ્રિયલ કોર્ટ સમક્ષ તેની દલીલ કરવામાં આવશે. પાટકરે સક્સેનાની અરજી ખર્ચ સાથે ફગાવી દેવાની માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે, શાંતિ માટે અપીલ કરવા નાગરિક અધિકાર કાર્યકરોની બેઠક દરમિયાન પાટકર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ગુજરાત સાબરમતી ગાંધી આશ્રમની બહાર કોમી રમખાણોમાંથી પસાર થઈ રહ્યું હતું. સક્સેના, અન્ય ત્રણ લોકો પર, 2002ના કેસમાં ગેરકાયદેસર રીતે ભેગા થવા, રમખાણો કરવા, સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવા, ખોટી રીતે રોકવા, શાંતિ ભંગ કરવાના હેતુથી ઇરાદાપૂર્વક અપમાન કરવું અને ગુનાહિત ધાકધમકીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

1 માર્ચના રોજ, સક્સેનાએ એક અરજી દાખલ કરી, જેમાં બંધારણીય જોગવાઈઓ કે જે રાજ્યપાલો અને ભારતના રાષ્ટ્રપતિને પદ પર હોય ત્યારે અદાલતોને જવાબ આપવાથી મુક્તિ આપે છે, જેમાં એક અરજી કરી માંગણી કરતી હતી કે, 2005માં મેજિસ્ટ્રેટની અદાલતોએ તેમની સામેના ફોજદારી ટ્રાયલને સ્થગિત રાખવામાં આવે. જ્યાં સુધી તેમણે L-G ઓફિસ પર કબજો કર્યો. સક્સેનાએ જણાવ્યું હતું કે, તેમને દિલ્હીના એલજીને “રાજ્યપાલની ઉપર અને રાષ્ટ્રપતિની નીચેના કાર્યાલયનો દરજ્જો પ્રાપ્ત છે”.

પાટકરે સક્સેનાની અરજી સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, એલજી “ભારતના બંધારણની કલમ 153 મુજબ રાજ્યપાલ નથી, પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક છે, જે રાષ્ટ્રપતિ દ્વારા તેમના વતી કાર્ય કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હોય છે.”

આ પણ વાંચોવડોદરા : સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસનો હુમલો, બે કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેમ બની સમગ્ર ઘટના?

તેમણે 2018ના પાંચ જજોની બંધારણીય બેંચના ચુકાદા પર પણ આધાર રાખ્યો હતો, જેમાં એવું માનવામાં આવતું હતું કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનું પદ રાજ્યના ગવર્નર જેવું નથી અને “બલ્કે તેઓ મર્યાદિત અર્થમાં, ઓફિસ સાથેના પ્રશાસક છે”.

Web Title: 2002 assault case medha patkar delhi l g v k saxena application adjournment trial

Best of Express