Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 5 મો સ્ટીલ બ્રિજ તૈયાર, 645 મેટ્રિક ટન સ્ટીલથી બન્યો પુલ

Mumbai-Ahmedabad Bullet Train Project Update: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 60 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ 22 ઓક્ટોબર 2024ના રોજ પૂર્ણ થયું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ પુલનું નિર્માણ વડોદરા જિલ્લાના પશ્ચિમ રેલવે બાજવા-છાયાપુરી વાયર લાઈન પર થયું છે.

Written by Rakesh Parmar
October 23, 2024 16:14 IST
Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 5 મો સ્ટીલ બ્રિજ તૈયાર, 645 મેટ્રિક ટન સ્ટીલથી બન્યો પુલ
આ પુલ 12.5 મીટર ઉંચો અને 14.7 મીટર પહોળો છે. (તસવીર: @nhsrcl X)

Mumbai-Ahmedabad Bullet Train Project Update: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ એક મોટું અપડેટ સામે આવ્યું છે. ખરેખરમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 60 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ પૂર્ણ થઇ ગયું છે. આ બ્રિજને ભચાઉ સ્થિત એક વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે. MAHSR કોરિડોરના 28 સ્ટીલ પુલોમાંથી આ પાંચમો સ્ટીલ બ્રિજ છે. જે 22 ઓક્ટોબર 2024ના રોજ બનીને તૈયાર થયો છે. આ સાથે જ મોડર્ન રેલવે સ્ટેશનનું નિર્માણ અને ટ્રેકનું કામ પણ ખુબ જ ઝડપી ચાલી રહ્યું છે.

645 મેટ્રિક ટન સ્ટીલથી બન્યો પુલ

NHSRCL તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 60 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ 22 ઓક્ટોબર 2024ના રોજ પૂર્ણ થયું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ પુલનું નિર્માણ વડોદરા જિલ્લાના પશ્ચિમ રેલવે બાજવા-છાયાપુરી વાયર લાઈન પર થયું છે. આ પુલ 12.5 મીટર ઉંચો અને 14.7 મીટર પહોળો છે. જેના નિર્માણમાં 645 મેટ્રિક ટન સ્ટીલનો ઉપીયોગ થયો છે.

આ પુલની આયુષ્ય 100 વર્ષનું હશે

બ્રિજ એસેમ્બલીમાં C5 સિસ્ટમ પેંટિંગ અને ઈલાસ્ટોમેરિક બીયરિંગની સાથે 25659 ટોર-શિયર ટાઈપ હાઈ સ્ટ્રેંથ (TTHS) બોલ્ટનો ઉપીયોગ કરવામાં આવ્યોછે. જે 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. સ્ટીલ બ્રિજને જમીનથી 23.5 મીટર ઉંચાઈ પર એકઠું કરવામાં આવ્યું હતું અને તેને 2 સ્વચાલિત અર્ધ-સ્વચાલિત જૈક, તંત્રની સાથે ખેંચવામાં આવ્યું હતું. મૈક-અલોય બારનો ઉપીયોગ કરીને તેની ક્ષમતા 250 ટન છે. આ સ્થાને સ્તંભની ઉંચાઈ 21 મીટર છે.

આ પણ વાંચો: ગુજરાતને વોટર મેનેજમેન્ટ માટે મળ્યો National Water Award, રાષ્ટ્રપતિ મુર્મૂએ કર્યું સન્માન

બુલેટ ટ્રેનના પ્રોજ્ક્ટનું કામ

સુરક્ષા અને એન્જિનિયરીંગ ઉત્કૃષ્ટતાના ઉચ્ચતમ માનકોને બનાવી રાખતા પ્રોજેક્ટને સાવધાનીપૂર્વક કરવામાં આવી રહ્યો છે. ભારતના મેક ઈન ઈન્ડિયા પહેલ અંતર્ગત જરૂરી માળખાના નિર્માણ માટે જાપાની વિશેષજ્ઞોનો ઉપીયોગ કરતા પોતાની સ્વંયની ટેકનિકલ અને ભૌતિક સંસાધનોનો ઝડપથી ઉપીયોગ કરી રહ્યો હતો. આ પ્રયાસનું એક પ્રમુખ ઉદાહરણ બુલેટ ટ્રેન પરિયોજના માટે સ્ટીલ પરિયજના માટે સ્ટીલ બ્રિજ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ