નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા, 2 લોકોને બચાવ્યા, 4 લાપતા

રવિવારે રજા માણવા દરિયાકાંઠે ફરવા ગયા હતા. ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી લાપતા લોકોની શોધખોળ કરી રહ્યા છે

Written by Ashish Goyal
May 12, 2024 18:26 IST
નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા, 2 લોકોને બચાવ્યા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે (પ્રતિકાત્મક તસવીર)

Navsari Dandi coast : નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રવિવારે રજા માણવા દરિયાકાંઠે ફરવા ગયેલા ત્રણ પરિવારના 6 સભ્યો દાંડીના દરિયામાં ડૂબ્યા છે. જેમાં 2ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો લાપતા છે. જેમની શોધખોળ હાથ ધરાઈ છે.

નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર રવિવારની રજા માણવા માટે દાંડીના દરિયાકાંઠે આવ્યો હતો. જ્યાં છ લોકો એકાએક દરિયામાં ડૂબ્યા હતાં. જે ડૂબેલા પૈકી 2ને હોમગાર્ડ અને પોલીસ જવાનોએ બચાવી લીધા છે જ્યારે અન્ય 2 મહિલા અને 2 પુરુષ દરિયામાં લાપતા છે. જેના પગલે જલાલપોર પોલીસે ડૂબેલા લોકોને શોધવા તજવીજ હાથ ધરી છે.

લાપતા લોકોની શોધખોળ

ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી લાપતા લોકોની શોધખોળ કરી રહ્યા છે. પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કર્યા છે. નવસારી જિલ્લા કલેકટર પણ દાંડીના દરિયાકાંઠે પહોંચ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ