એકલતા દૂર કરવા વૃદ્ધે સ્વરૂપવાન મહિલા સાથે કર્યા બીજા લગ્ન, પત્નીએ કરવા ચોથ બાદ હત્યા કરી નાંખી

આ ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં હચમચાવી નાખ્યો છે. 60 વર્ષીય પતિએ 45 વર્ષીય કૈલાશ ચૌહાણ સાથે ફરીથી લગ્ન કર્યા હતા. ધનજીભાઈની પહેલી પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું, અને તેણે એકલતા દૂર કરવા માટે ફરીથી લગ્ન કર્યા હતા

Written by Rakesh Parmar
Ahmedabad October 13, 2025 16:01 IST
એકલતા દૂર કરવા વૃદ્ધે સ્વરૂપવાન મહિલા સાથે કર્યા બીજા લગ્ન, પત્નીએ કરવા ચોથ બાદ હત્યા કરી નાંખી
ધનજીભાઈની પહેલી પત્નીનું લગભગ ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)

ભુજમાં એક પત્નીએ કરવા ચોથના બીજા દિવસે તેના પતિને જીવતો સળગાવી દીધો. આ ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં હચમચાવી નાખ્યો છે. આ એક પૈસાનો વિવાદ હતો. 60 વર્ષીય પતિએ 45 વર્ષીય કૈલાશ ચૌહાણ સાથે ફરીથી લગ્ન કર્યા હતા. ધનજીભાઈની પહેલી પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું, અને તેણે એકલતા દૂર કરવા માટે ફરીથી લગ્ન કર્યા હતા.

કચ્છના સામત્રા ગામની ઘટના

આ ઘટનામાં ધનજીભાઈ જેને ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમની બીજી પત્ની કૈલાશ ચૌહાણનો છે, જેઓ કચ્છ જિલ્લાના સામત્રા ગામમાં રહે છે. કૈલાશે તાજેતરમાં જ ભુજમાં એક ઘર ખરીદ્યું હતું અને તેના માટે વારંવાર તેના પતિ પાસે પૈસા માંગતી હતી.

શનિવારે સાંજે જ્યારે ધનજીભાઈએ તેણીને પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે પત્ની ગુસ્સે થઈ ગઈ. તે તેમને વરંડામાં ખેંચીને લઈ ગઈ અને તેમના પર કેરોસીન છાંટીને આગ ચાપી દીધી. પડોશીઓએ કોઈક રીતે આગ ઓલવી નાખી પરંતુ આગ તીવ્ર હતી, જેના કારણે પતિ ગંભીર રીતે દાઝી ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં જ તેનું મોત નીપજ્યું.

બીજા લગ્ન મોતનું કારણ બન્યું

ધનજીભાઈની પહેલી પત્નીનું લગભગ ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમના ત્રણ પુત્રો તેમના પરિવાર સાથે અલગ રહેતા હતા, જેમાંથી બે વિદેશમાં સ્થાયી થયા છે. એકલતાથી પરેશાન ધનજીભાઈએ દોઢ વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના હિરપુરા ગામના કૈલાશ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: AAP ની કિસાન મહાપંચાયત પર પથ્થરમારો, 3 પોલીસકર્મી ઘાયલ; 20 લોકોની અટકાયત

કૈલાશના પણ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. તેથી બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન પછી ધનજીભાઈએ કૈલાશને એક ઘર આપ્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કૈલાશે ધનજીભાઈની પહેલી પત્ની પાસે રહેલા 18 તોલા સોનાના દાગીના રાખી લીધા હતા.

પૈસા માટે લગ્ન કર્યા હતા

સ્થાનિકોના મતે કૈલાશ ધનજીભાઈને પ્રેમ કરતી ન હતી. તેણે તેમની સંપત્તિ જોઈને તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હવે પતિની હત્યા બાદ પોલીસની શંકા વધી રહી છે. માનકુવા પોલીસે કૈલાશ ચૌહાણ સામે હત્યાનો કેસ નોંધીને તેને કસ્ટડીમાં લીધી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ