ઇસુદાન ગઢવી ગીર-સોમનાથમાં આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારને મળ્યા, ગુજરાત સરાકરને આપી સલાહ

AAP નેતાએ દાવો કર્યો, "અમેરિકા અને ઇઝરાયલમાં ખેડૂતો આત્મહત્યાથી મરતા નથી. અમેરિકા અને ઇઝરાયલમાં ખેડૂતો ગરીબ નથી, તેમની પાસે બંગલા અને ગાડીઓ છે કારણ કે તે દેશોના ખેડૂતો માટે આ નીતિ છે".

Written by Rakesh Parmar
November 06, 2025 20:49 IST
ઇસુદાન ગઢવી ગીર-સોમનાથમાં આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારને મળ્યા, ગુજરાત સરાકરને આપી સલાહ
ઇસુદાન ગઢવીએ ₹51,000 ની સહાયની જાહેરાત કરી અને સરકારને ખેડૂતોની આત્મહત્યા અટકાવવા માટે નીતિ બનાવવા વિનંતી કરી. (સ્ત્રોત: X/ @AAPGujarat)

આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાતના વડા ઇસુદાન ગઢવી ગુરુવારે ગીર-સોમનાથના ઉના તાલુકાના રેવત ખાતે દેવાના દબાણ અને પાક નિષ્ફળતાના કારણે આત્મહત્યા કરીને મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારના સભ્યોને મળ્યા હતા. આ પ્રસંગે ગઢવીએ તેમના પ્રાર્થના ફાઉન્ડેશન તરફથી પરિવારને રૂ. 51,000 ની સહાયની જાહેરાત કરી હતી. મુન્નાભાઈ નામના સમાજના નેતાએ પણ પરિવારને રૂ. 1 લાખની સહાયની જાહેરાત કરી હતી.

મીડિયા સાથે વાત કરતા ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકારને ખેડૂત આત્મહત્યા અટકાવવા માટે નીતિ જાહેર કરવા વિનંતી કરી હતી. ગઢવી જણાવ્યું કે, “ભાણવડમાં ખેડૂતના આત્મહત્યાનો આ બીજો બનાવ છે. ઉનાના રેવત ગામના રહેવાસી ગફ્ફરભાઈએ કમોસમી વરસાદને કારણે આર્થિક સંકટ અને લોન ચૂકવવાની ચિંતાને કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ખેડૂત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હું સરકારને વિનંતી કરું છું કે પરિવારને સહાયની જાહેરાત કરે. સાથે જ સરકારે એવી નીતિ જાહેર કરવી જોઈએ કે જેથી હવે કોઈ ખેડૂતને આત્મહત્યા ન કરવી પડે.”

AAP નેતાએ દાવો કર્યો, “અમેરિકા અને ઇઝરાયલમાં ખેડૂતો આત્મહત્યાથી મરતા નથી. અમેરિકા અને ઇઝરાયલમાં ખેડૂતો ગરીબ નથી, તેમની પાસે બંગલા અને ગાડીઓ છે કારણ કે તે દેશોના ખેડૂતો માટે આ નીતિ છે”.

“તમે (કેન્દ્રની ભાજપ સરકારે) ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે,” તેમણે નિર્દેશ કર્યો અને માંગ કરી કે ખેડૂતોના કિસ્સામાં પણ આવો નિર્ણય લેવો જોઈએ.

ગઢવીએ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારના કેટલાક ગામોની પણ મુલાકાત લીધી હતી જ્યાં કમોસમી વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા હવે સાઉથ સિનેમામાં એન્ટ્રી, સાઇન કરી તેલુગુ ફિલ્મ

ગુરુવારે AAP તરફથી એક નિવેદનમાં ગઢવીએ કહ્યું હતું કે, “કોડીનારનું પીપલી ગામ હજુ પણ વરસાદી પાણીથી ભરાયેલું છે છતાં સરકાર કોઈ પગલાં લેતી નથી. પૂરને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે – ઘણા ખેડૂતો પહેલાથી જ દેવામાં ડૂબી ગયા છે. અર્થતંત્રની કરોડરજ્જુ હોવા છતાં, ગુજરાતના ખેડૂતો આજે સરકારની નીતિઓને કારણે લાચાર છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ