ગુજરાતમાં હાલ એક અનોખા લગ્ન ચર્ચામાં છે. વર્ષ 1960માં આ જોડી પરિવાર સામે બળવો કરીને ભાગી ગઈ હતી. જેવના પછી તેમણે લગ્ન કર્યા પછી બાળકો અને પૌત્ર-પૌત્રી પણ થયા. હવે લગ્નની 64મી વર્ષગાંઠ પર તેમણે ફરીથી લગ્ન કર્યા છે. આ લગ્ન ખાસ એટલા માટે પણ છે કારણ કે તેમણે જે સપનું જોયુ હતું તે 80 વર્ષની ઉંમરે પૂર્ણ થયું છે. તેમનો પ્રવાસ પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી છે. ધ કલ્ચર ગલીએ તેમના લગ્નના ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
અલગ-અલગ સમાજ
આ જોડીએ જણાવ્યું કે તેમણે સામાજીત આકાંક્ષાઓેને પડકાર્યો, પરિવાર સામે બળવો કર્યો અને આખરે ઉંમરના આ પડાવમાં તે પ્રકારે લગ્ન કર્યા જેનું તેમણે સપનું જોયુ હતું. ખરેખરમાં હર્ષ અને મૃણુ અલગ-અલગ કાસ્ટ સાથે સંબંધ ધરાવે છે. તેમણે બાળપણમાં જ એક-બીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. એકસાથે રહેવા માટે તેમણે સમાજ દ્વારા બનાવાયેલા માપદંડોને પડકાર્યા અને પરિવારનો વિરોધ સહન કર્યો. જે સમયે પ્રેમ લગ્ન અસામાન્ય હતા ત્યારે તેમનો પ્રેમ નજર અને પત્રો દ્વારા પરવાન ચઢ્યો હતો.
પત્ર લખીને ઘરેથી ભાગ્યા
તેના પછી મૃણુના પરિવારે તેમના સંબંધનો સ્વીકાર કર્યો નહીં, તો તેમણે એક કઠોર નિર્ણય લીધો. એક દોસ્ત પાસે એત પત્ર છોડીને બંને સાથે રહેવા માટે ઘરેથી ભાગી ગયા. પત્રમાં લખ્યું હતું,’હું પાછી નહીં આવું’. પછી બંનેએ સાથે જીવન જીવવાની શરૂઆત કરી. ભાગીના લગ્ન કર્યાના 64 વર્ષ બાદ હર્ષ અને મૃણુના બાળકો અને પૌત્ર-પૌત્રીઓએ તેમના ડ્રીગ લગ્નની સરપ્રાઈઝ આપવાનો નિર્ણય લીધો, જેનું તેમણે સપનું જોયું હતું.
આ પણ વાંચો: ભારતીય રેલ્વેની એક દિવસની કમાણી કેટલી છે? જાણીને ચોંકી જશો
પરિવારે સરપ્રાઇઝ આપ્યું
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે,’હર્ષ અને મૃણુ બાળપણના પ્રેમી અને બંને અલગ-અલગ જાતિથી હતા. તેમનો પરિવાર તેમના લગ્નની વિરૂદ્ધ હતો કારણ કે 1960 ના દાયકામાં પ્રેમ લગ્ન કર્યા હતા જે તે સમયે અસામાન્ય હતા. અને તેનો સ્વીકાર કરાતો નહોતો. તેઓ ઘરેથી ભાગી ગયા, લગ્ન કરી લીધા અને સાથે જીવન જીવ્યા. આજે તેમના પરિવારમાં પૌત્ર-પૌત્રીઓ, બાળકોએ એખ સમારોહમાં તેમના લગ્ન કરાવ્યા, જેનું મૃણુ અને હર્ષદે હંમેશા સપનું જોયું હતું.’