કોણ છે બ્રિજરાજ સોલંકી? જેમના વીડિયોને 10 દિવસમાં મળ્યા 50 મિલિયન વ્યૂઝ, ગુજરાતના AAP નેતાની વ્યાપક ચર્ચા

ભાવનગરમાં એક અગ્રણી સામાજિક સ્થાન ધરાવતા રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ AAPના યુવા પાંખના વડા છે. રિલ લાઈફમાં અને રિયલ લાઈફમાં પોલીસ સાથેનો તેમનો મુકાબલો ચાહકોમાં ગુંજતો રહે છે. 10 દિવસમાં પાંચ કરોડ લોકોએ આ વીડિયો જોયો છે.

Written by Rakesh Parmar
AhmedabadUpdated : October 24, 2025 16:12 IST
કોણ છે બ્રિજરાજ સોલંકી? જેમના વીડિયોને 10 દિવસમાં મળ્યા 50 મિલિયન વ્યૂઝ, ગુજરાતના AAP નેતાની વ્યાપક ચર્ચા
ભાવનગરમાં એક અગ્રણી સામાજિક સ્થાન ધરાવતા રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ AAPના યુવા પાંખના વડા છે. (તસવીર: સોશિયલ મીડિયા)

દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સંપૂર્ણ રીતે એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જેવા મોટા નેતાઓ પછી બ્રિજરાજ સોલંકી AAPના નવા પોસ્ટર બોય તરીકે ઉભરી આવ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ખેડૂતોને પૂરા ભાવ ના મળવાના વિરોધ દરમિયાન બ્રિજરાજ સોલંકી સનસની બનીને ઉભરી આવ્યા છે. ભાવનગરમાં એક અગ્રણી સામાજિક સ્થાન ધરાવતા રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ AAPના યુવા પાંખના વડા છે. રિલ લાઈફમાં અને રિયલ લાઈફમાં પોલીસ સાથેનો તેમનો મુકાબલો ચાહકોમાં ગુંજતો રહે છે. 10 દિવસમાં પાંચ કરોડ લોકોએ આ વીડિયો જોયો છે.

બ્રિજરાજ સોલંકી પોલીસ સાથે ઘર્ષણ

ભાવનગર જિલ્લાના વતની બ્રિજરાજ સોલંકી તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અગ્રણી કોળી નેતા કુંવરજી બાવળિયા સાથેના વિવાદને કારણે સમાચારમાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે બ્રિજરાજ સોલંકી જસદણ બેઠક પર બાવળિયા સામે ચૂંટણી લડી શકે છે. તાજેતરના મંત્રીમંડળના ફેરબદલ દરમિયાન ભાજપે કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી તરીકે જાળવી રાખ્યા હતા. બ્રિજરાજ સોલંકી કોળી સમુદાયના છે. તાજેતરમાં જ્યારે AAP એ બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહાપંચાયત બોલાવી હતી, ત્યારે બ્રિજરાજ સોલંકી ખેડૂત મહાપંચાયતમાં જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમનો રસ્તો રોકી દીધો હતો. જેના કારણે સોલંકી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે.

ગીત કરતા વધુ હીટ થયો આ વીડિયો

યુવા નેતા હોવા ઉપરાંત બ્રિજરાજ સોલંકી અભિનયમાં પણ સક્રિય છે. તેમણે ગુજરાતી ગીતોમાં અભિનય કર્યો છે. તેઓ વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાતના બેનર હેઠળ સામાજિક કાર્યમાં પણ સક્રિય છે. બ્રિજરાજ સોલંકી પાસે MBA ની ડિગ્રી છે અને તેમણે અભિનયનો કોર્ષ પણ પૂર્ણ કર્યો છે. એક અભિનેતા તરીકે મજબૂત ચાહકવર્ગ ધરાવતા બ્રિજરાજ સોલંકી હવે એક યુવા નેતા તરીકે સમાચારમાં છે. આ તેમનો ગુસ્સે ભરાયેલો યુવાન વ્યક્તિત્વ છે, જે ઇન્સ્ટાગ્રામ પર વ્યૂઝ અને લાઇક્સના રેકોર્ડ તોડી રહ્યો છે. બ્રિજરાજ સોલંકી ગુજરાતમાં પાર્ટીના યુવા પાંખના પ્રમુખ છે. આ પણ વાંચો: રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ધરા ધ્રૂંજતા લોકો ઘર બહાર દોડી આવ્યા

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ