આપની રેલીમાં ભાજપે પથ્થર મારો કરાવ્યો હોવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

AAP party Gopal Italia accuses on BJP : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat elections 2022,) જીતવા ભાજપ (BJP) બેબાકળી બની છે અને આપ પાર્ટીની રેલીઓ-સભામાં (AAP party rally) છરા બાજુ, પથ્થરો ફેંકવા, લોકો પર ગાડીઓ ચડાવી દેવી જેવા નિમ્નકક્ષાના કૃત્યો કરાવી રહી હોવાનો ગોપાલ ઇટાલીયાનો (Gopal Italia) ભાજપ પર આક્ષેપ

Written by Ajay Saroya
November 27, 2022 14:28 IST
આપની રેલીમાં ભાજપે પથ્થર મારો કરાવ્યો હોવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષ એક બીજી પર આક્ષેપો કરી રહી છે. ચૂંટણી જીતવા ભાજપ બેબાકળી બની છે અને છરા બાજુ, પથ્થરો ફેંકવા જેવા નિમ્નકક્ષાના કૃત્યો કરી રહી છે તેવો આક્ષેપ આપ પાર્ટીના ગુજરાત વડા ગોપાલ ઇટાલીયાએ કર્યો છે. તો આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, જો ગુજરાતમાં આપની સરકાર બની તો 31મી જાન્યુઆરી, 2023 સુધી જૂની પેન્શન યોજના ફરી લાગુ કરીશું.

photo source : Gopal italia facebook

ભાજપને આપનો ડર, નિમ્નકક્ષાના કૃત્યુ કરવા લાગી

ગુજરાતમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આપ પાર્ટી ગુજરાતના અગ્રણી નેતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યુ કે, ભાજપ આપથી ડરી ગઇ છે અને આપ પાર્ટીની રેલી-સભામાં છરા બાજુ, પથ્થરો ફેંકવા, લોકો પર ગાડીઓ ચડાવી દેવી જેવા નિમ્નકક્ષાના કૃત્યો કરવા લાગી છે. તેમણે ઉમેર્યુ કે, ભાજપની રાજકીય લડાઇ અમારી સાથે છે નહીં કે જનતા સાથે, આવી હરકત ગુજરાતની જનતા જરાય સાંખી લેશે નહીં.

સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો વાયદો

આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, ગુજરાતમાં હવે 27 વર્ષના કુશાસનનો અંત આવશે અને આપ પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે. ગુજરાતની જનતા હવે પરિવર્તન માંગે છે. ભાજપને કોંગ્રેસ નહીં પણ આપ પાર્ટીથી ડર લાગે છે.

photo source : Gopal italia facebook

ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનશે

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતમાં આપ પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે. જો ગુજરાતમાં આપ પાર્ટીની સરકાર બની તો અમે 31 જાન્યુઆરી 2023 સુધીમાં જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન બહાર પાડીશું. અમે પંજાબમાં ચૂંટણી વખતે જૂન પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યુ હતુ અને હવે તે અંગેનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે.

ગુજરાતમાં સરકારી કર્મચારીઓમાં ભાજપ સરકાર સામે ભારે રોષ છે અને ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે નીકળેલી રેલીનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યુ કે, અમારી સરકાર બની તો સરકારી કમર્ચારીઓની પડતર માંગણીઓ અને પ્રશ્નોનું નિરાકારણ લાવીશું. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા, પગાર વધારો, ગ્રેડ-પે જેવા પ્રશ્નોનો સમાધાન લાવીશં.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ