Vadodara highway Accident, વડોદરા હાઈવે પર વિચિત્ર અકસ્માત : આજે વડોદરાથી દુઃખ સમચાાર આવી રહ્યા છે. વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા વાઘોડિયાના જરોદ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો પલટી મારી જતાં ત્રણ વાહનો દબાયા હતા. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે ટ્રકો નીચે ત્રણ વાહનો ચગદાયા, બેના મોત
આજે 3 ઓગસ્ટ 2024, શનિવારે વહેલી સવારે વાઘોડીયના જરોદ ગામ પાસે હાઈવે ઉપર માલસામાન ભરેલી બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કરના કારણે બંને ટ્રકો પલટી ખાઈ ગઈ હતી. ટ્રકો પલટી ખાતા પાસેથી પસાર થતા ત્રણ વાહનો નીચે દબાઈ ગયા હતા.
જેના પગલે વિચિત્ર પણ ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસમાતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય લોકોને બચાવવાની કામગીરી હાથધરવામાં આવી હતી.અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચીને સ્થિતિ સંભાળી હતી.
ત્રણેય વાહનોનો કચ્ચરખાણ નિકળી ગયો
આજે વહેલી સવારે સામાન ભરેલી લોડીંગ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઇને 3 વાહનો પડી હતી. જેમાં રિક્ષા, ઇકો અને કાર દબાઇ ગઇ હતી. ત્રણેય વાહનોનો કચ્ચરખાણ નિકળી ગયો છે.

વડોદરા ટોલમાર્ગ બંધ કરાયો
અકસ્માતના પગલે ટ્રાફીકજામ થઇ જતાં હાલ પુરતો વડોદરા ટોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.અકસ્માતની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. અકસ્માતમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.





