એમેઝોન પ્રાઇમની ફ્રેંચાઇઝી લેવા માટે બેંકમાં કરી ધોળા દિવસે લૂંટ, આ રીતે સુરત પોલીસે આરોપીને પકડી પાડ્યો

લૂંટને અંજામ આપવા માટે આરોપીએ બે દિવસ પહેલા બેંકની રેકી પણ કરી હતી. બેંકમાં ફક્ત મહિલા કર્મચારીઓ જ હાજર હોય છે. તેથી તેને લાગ્યું કે તે સરળતાથી લૂંટને અંજામ આપી શકે છે.

Written by Rakesh Parmar
Ahmedabad May 22, 2025 20:19 IST
એમેઝોન પ્રાઇમની ફ્રેંચાઇઝી લેવા માટે બેંકમાં કરી ધોળા દિવસે લૂંટ, આ રીતે સુરત પોલીસે આરોપીને પકડી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકમાં લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. (તસવીર: X)

મંગળવારે સુરતના સચિન વિસ્તારમાં આવેલી બેંકમાં ધોળા દિવસે લૂંટ ચલાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે ગુજરાત ગ્રામીણ બેંકમાં બંદૂકની અણીએ 4 લાખ રૂપિયાથી વધુની રોકડ લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

લૂંટના સીસીટીવી સામે આવ્યા

સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાય છે કે લૂંટારુએ બેંકમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી અને ભાગી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ પણ એક્શનમાં આવી હતી અને અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે આરોપી સફેદ ટોપી પહેરીને બેંકમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. બેંકમાં પ્રવેશ્યા પછી આરોપી સીધો કેશ કાઉન્ટર પર જાય છે. ત્યાં તે મહિલા કર્મચારીઓને બંદૂક બતાવે છે, રોકડ રકમ કાઢે છે, મહિલા કર્મચારી અને ગ્રાહકને સ્ટ્રોંગ રૂમમાં બંધ કરે છે અને ભાગી જાય છે. પોલીસે તપાસ શરૂ કરી અને સુરત ક્રાઈમ બ્રાન્ચને 24 કલાકમાં સફળતા મળી છે.

બેંકમાંથી લૂંટાયેલા પૈસા મળ્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે પિસ્તોલથી બેંક લૂંટની ઘટના અંગે અમે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. અમને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી. તેના આધારે અમે નાજેશ ઉર્ફે બબલુ મોહમ્મદ સનાઉલ્લાહ શેખને પકડી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે તેની પાસેથી એક પિસ્તોલ અને સાત રાઉન્ડ કારતૂસ જપ્ત કર્યા છે. આ સાથે બેંકમાંથી લૂંટાયેલા લગભગ 3 લાખ 33 હજાર રૂપિયા અને મહિલા કર્મચારીની બેગ પણ મળી આવી છે.

આરોપી એમેઝોન પ્રાઇમ પાર્સલ ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હતો

પોલીસે જણાવ્યું હતું કે એક મહિના પહેલા બેંક લૂંટવા માટે બિહારના ચંપારણથી એક પિસ્તોલ અને સાત કારતૂસ ખરીદવામાં આવ્યા હતા. તેને એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવાની હતી અને તેના માટે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી. લૂંટને અંજામ આપવા માટે આરોપીએ બે દિવસ પહેલા બેંકની રેકી પણ કરી હતી. બેંકમાં ફક્ત મહિલા કર્મચારીઓ જ હાજર હોય છે. તેથી તેને લાગ્યું કે તે સરળતાથી લૂંટને અંજામ આપી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ