સોહિની ઘોષ : ગાંધીનગરની અંજલિ ઠાકોર (42), દીયરને કિડની સ્ટોન સર્જરી પછી, અન્ય ચાર મહિલાઓ સાથે, 1,200 બેડની અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર દીયરની ખબર અંતર લેવા માટે આવી હતી, હવે શૌચ માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. આ મહિલાઓ માટે, મુશ્કેલી એ છે કે, હોસ્પિટલ પરિસરમાં પોતાને રાહત આપવા માટે શૌચાલય શોધવાની મુશ્કેલી સર્જાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, દર્દીઓ સાથે હોસ્પિટલની અંદર ફક્ત બે પરિચારકોને મંજૂરી આપવામાં આવે છે, જ્યારે અન્યને પરિસરની અંદર હોસ્પિટલની ઇમારતની બહાર રહેવું પડે છે.
અંજલિબેન ઠાકોર કહે છે કે, “હોસ્પિટલ બિલ્ડિંગની બહાર એક પણ શૌચાલય નથી. એક સમયે માત્ર બે એટેન્ડન્ટને અંદર જવાની મંજૂરી છે, તેથી બાકીના લોકોએ બહાર રાહ જોવી પડે છે. એવું ઘણી વાર બન્યું કે, જ્યારે શૌચાલય માટે ઘણા કલાકો સુધી રાહ જોવી પડી હતી.”
દર્દીઓના સંબંધીઓને પડતી આવી મુશ્કેલીઓને દૂર કરવા માટે, ACH અધિકારીઓ પરિસરમાં રૂ. 40 કરોડના ખર્ચે 840 પથારીનું રેઈન બસેરા (આશ્રય ગૃહ) બનાવી રહ્યા છે, જે 12 મહિનામાં પૂર્ણ થશે.
ACH સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી કહે છે, “દર્દીઓના બે સગાંઓને વૉર્ડની અંદર અથવા હૉસ્પિટલની બિલ્ડિંગની અંદર શૌચાલયની સુવિધા હોય છે. અમે દર્દીઓના સંબંધીઓને સમાવવા માટે 840 પથારીનો રેઈન બસેરા (આશ્રય ગૃહ) સાથે ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની આશા રાખીએ છીએ. તે એક વર્ષમાં તૈયાર થઈ જશે.”
જોશીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની ઇમારતોની બહાર શૌચાલયની જાળવણી કરવી મુશ્કેલ હશે, અને છેવટે બિનઉપયોગી બની જશે.
મેડિસિટી કેમ્પસ, જ્યાં ACH અન્ય કેટલાક સુપરસ્પેશિયાલિટી હેલ્થ યુનિટ્સ સાથે સ્થિત છે, તેની ક્ષમતા 7,400 પથારી છે, પરંતુ સંબંધીઓ માટે આશ્રય માટે માત્ર 80 પથારી જ ઉપલબ્ધ છે. બેઝમેન્ટ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના આઠ માળ સાથેનું નવું 840 બેડ શેલ્ટર ત્રણ બ્લોકમાં 24,436 ચોરસ મીટરનું બિલ્ટ-અપ એરિયા ધરાવશે.
તેમાં 280 બેઠકોવાળી કેન્ટીન હશે અને ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ દુકાનો માટે જગ્યા હશે. ભોંયરામાં 58 ફોર-વ્હીલર અને 91 ટુ-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા હશે.
આ વર્ષના બજેટમાં, ગુજરાત સરકારે આશ્રયસ્થાનના નિર્માણ માટે રૂ. 10 કરોડ ફાળવ્યા છે, જ્યારે તેણે 2022-23માં રૂ. 5 કરોડ અને 2021-22માં રૂ. 7.5 કરોડ ફાળવ્યા હતા, એમ જોશીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો – અંબાજી પ્રસાદ વિવાદ : મોહનથાળના બદલે ચિક્કીનો પ્રસાદ કેમ શરૂ કરાયો? ગુજરાત સરકારે આપ્યો જવાબ
ઑક્ટોબર 6, 2022 ના રોજ, મેડિસિટી ખાતે ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્રય ગૃહનો શિલાન્યાસ પણ કર્યો હતો.