Aaj Nu Havaman, Ahmedabad Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું બેશી ગયું છે. સમગ્ર ગુજરાતમાં મેઘ રાજાની સવારી પહોંચી ગઈ છે ત્યારે અમદાવાદ શહેરમાં બુધવારની રાત્રે મેઘાએ ધબધબાટી બોલાવી હતી. બુધાવારે મોડી રાત બાદ અમદાવાદમાં વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે આખી રાત વરસાદ તૂટી પડ્યો હતો. ડરાવી નાંખે એવા વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ તૂટી પડતાં અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી.
મેઘાએ આખી રાત બોલાવી ધબધબાટી
અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગમાં બુધવારની રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. શહેરમાં કડાકા ભડાકા સાથે મેઘાએ આખી રાત તોફાની બેટિંગ કરી હતી. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં પાણી પાણી કરી નાંખ્યું હતું. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વહેલી સવારથી જ વરસાદી માહોલ
અમદાવાદમાં આખી રાત વરસાદ પડ્યા બાદ આજે ગુરુવારે પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયેલુ છે. ગમે ત્યારે વરસાદ તૂટી પડે એવી પરિસ્થિતિ છે. જોકે, પૂર્વ અમદાવાદમાં સવારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ- Gujarat Rain forecast: ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી
આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે વરસાદ
હવામાન વિભાગ પ્રમાણે પાટણ, મહેસાણા, ગાંધીનગર,ખેડા, અમદાવાદ,જામનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.





