Ahmedabad Plane Crash: વિમાન આખું બળી ગયું પણ ‘ભગવત ગીતા’ સહી સલામત

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં 265 લોકોના મોત થયાના પ્રાથમિક અહેવાલ છે. દૂર્ઘટનાગ્રસ્ત વિમાન બળીને ખાખ થઇ ગયું ત્યારે કાટમાળમાંથી ભગવત ગીતા પુસ્તક સહી સલામત મળ્યું છે.

Written by Ajay Saroya
Updated : June 13, 2025 13:51 IST
Ahmedabad Plane Crash: વિમાન આખું બળી ગયું પણ ‘ભગવત ગીતા’ સહી સલામત
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટના સ્થળેથી વિમાનના કાટમાળ માંથી ભગવત ગીતા પુસ્તક સહી સલામત મળી આવ્યું છે. (Photo: Social Media)

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થતા કુલ 265 લોકોના મોત થયા છે. માત્ર 1 પેસેન્જરનો ચમત્કારી બચાવ થયો છે. પ્લેન ક્રેશ થતા જ વિકરાળ આગ લાગતા સળગી ઉઠ્યું અને વિમાનમાં સવાર પેસેન્જર જીવતા ભડથું થઇ ગયા હતા. કાટમાળ હટાવી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી તે દરમિયાન એક પુસ્તક મળી આવ્યું. સૌથી નવાઇની વાત એ છે કે, વિકરાળ આગમાં પણ આ પુસ્તક સળગ્યું નથી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

એર ઈન્ડિયા વિમાન બળીને ખાખ પણ પુસ્તક સહી સલામત

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે બપોરે 1.40 વાગેની આસપાસ ક્રેશ થઇ ગઇ છે. વિમાન ટેક ઓફ થયાની થોડીક જ મિનિટમાં મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થયું. પ્લેન ક્રેશ થયા બાદ વિમાનના કાટમાળ માંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક પુસ્તક સહી સલામત મળી આવ્યું હતું. આ પુસ્તક હતું ભગવત ગીતા.

આ પુસ્તક દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં જીવ ગુમાવનાર કોઇ પેસેન્જરનું હોવાનું મનાય છે. આશ્ચર્યની વાત એ છે કે, પ્લેન ક્રેશ થતા વિમાન અને તેમા બેઠેલા પેસેન્જર બળીને ખાખ થઇ ગયા જ્યારે ભગવત ગીતા પુસ્તકને ઊંચી આંચ પણ લાગી નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ