Ahmedabad Police transfer : દિવાળી પહેલા અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષથી પોલીસ કર્મચારીની બદલી અટકી પડી હતી.
અમદાવાદ શહેરમાં જીએસ મલિકે પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ બેડામાં બદલીઓ કરીને મોટા ફેરફાર કર્યા છે. ત્યારે આજે એકસાથે 1124 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
તાજેતરમાં જ રાજ્યમાં 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં PSIની ઘટ ઓછી થઇ શકે છે.





