Ahmedabad News: અમદાવાદમાં મુસાફરો પબ્લીક ટ્રાન્સપોર્ટ કેમ પસંદ કરતા નથી? શું છે કારણો? જાણો

Ahmedabad Public Transport : અમદાવાદમાં જાહેર પરિવહન પાછળ તંત્ર દ્વારા ખાનગી પરિવહન કરતા વધારે રોકાણ છે, છતા મુસાફરોની પહેલી પસંદ પબ્લીક ટ્રાન્સપોર્ટ નથી, તો જોઈએ તેની પાછળના મુખ્ય કારણો.

Written by Kiran Mehta
Updated : November 29, 2023 14:35 IST
Ahmedabad News: અમદાવાદમાં મુસાફરો પબ્લીક ટ્રાન્સપોર્ટ કેમ પસંદ કરતા નથી? શું છે કારણો? જાણો
અમદાવાદમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ કેમ મુસાફરોની પહેલી પસંદ નહી

રીતુ શર્મા | Ahmedabad Public Transport : અમદાવાદમાં પબ્લીક ટ્રાન્સપોર્ટનું વ્યાપક નેટવર્ક હોવા છતાં, જાહેર પરિવહન તેની અવિશ્વસનીય સેવા, નબળી સગવડતા અને એકંદર પેસેન્જરોના અનુભવને કારણે અમદાવાદમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ મુસાફરીની પ્રથમ પસંદગી નથી, રહેવાસીઓને મુસાફરી કાર્યક્ષમતા અને ડોર-ટુ-ડોર કનેક્ટિવિટી પ્રદાન કરતા ખાનગી વાહનો પસંદ કરવાની ફરજ પડે છે. તો ચાલો આપણે જાણીએ, CEPT યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ પ્લાનિંગ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રોજેક્ટમાં શુ ખુલાસો કરવામાં આવ્યો છે.

‘અન્ડરસ્ટેન્ડિંગ ધ સિટી’ પ્રોજેક્ટ રિપોર્ટમાં તારણ આવ્યું છે કે, જાહેર પરિવહન ખાનગી પરિવહન કરતાં પાંચ ગણું વધુ આર્થિક રોકાણનું છે, પરંતુ તે ખાનગી પરિવહન કરતાં ત્રણ ગણો વધુ સમય લે છે.

125 થી વધુ પ્રથમ સેમેસ્ટર અનુસ્નાતક વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, જેનો અહેવાલ સોમવારે CEPT યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન કરાયેલ શિયાળાના પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ 3,500 થી વધુ ઘરો તેમજ જાહેર અને ખાનગી પરિવહનનો ઉપયોગ કરતા 1,800 લોકોનો સર્વે કર્યો હતો.

પ્રોજેકટના ફેકલ્ટી ટ્યુટર પ્રોફેસર નીતિકા ભાકુનીએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં મેટ્રો, બીઆરટીએસ અને એએમટીએસ સહિત જાહેર પરિવહનનું ખૂબ જ સારું નેટવર્ક છે… પરંતુ તેનો અર્થ એ નથી કે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. સર્વેક્ષણો દર્શાવે છે કે, ટૂંકા અંતર માટે, 7-8 કિમીથી ઓછા, જાહેર પરિવહન એ વિકલ્પ નથી… રહેવાસીઓ 10 કિમીથી વધુ અંતર માટે જાહેર પરિવહન પસંદ કરે છે. ઉપરાંત, 60 ટકા લોકો કામ અને શિક્ષણ માટે ખાનગી પરિવહનનો ઉપયોગ જ કરે છે.

અહેવાલ મુજબ, ફૂટપાથનો અભાવ, પરિવહન સેવાઓ વિશેની વાસ્તવિક સમય પત્રકની માહિતી, ભાડાં અને ભૌતિક એકીકરણ રહેવાસીઓને ખાનગી વાહનવ્યવહાર પસંદ કરવાની ફરજ પાડવાના મુખ્ય કારણો તરીકે ઉભરી આવ્યા છે.

જેમ જેમ વિદ્યાર્થીઓએ અમદાવાદમાં 15 મુખ્ય જોબ હબની તપાસ કરી, ત્યારે તે બહાર આવ્યું કે, શહેરના કેન્દ્રની નજીકના વિસ્તારો – જેમ કે નવરંગપુરા અને ઓલ્ડ સિટી – વધુ જોબ ગીચતા દર્શાવે છે, જે સમગ્ર શહેરમાંથી મુસાફરોને આકર્ષે છે. તેનાથી વિપરીત, પૂર્વમાં બાપુનગર અને મણિનગર જેવા કેન્દ્રોએ નજીકના વિસ્તારોમાંથી પ્રવાસીઓને આકર્ષ્યા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરો દ્વારા લેવામાં આવતી કુલ ટ્રિપ્સમાંથી 60 ટકા વર્ક ટ્રિપ્સ છે અને 20 ટકા શૈક્ષણિક સુવિધાઓની ટ્રિપ્સ છે.

પ્રોફેસર ભકુનીએ જણાવ્યું હતું કે, “25 મોટા જોબ સેન્ટરોમાંથી 15 બીઆરટીએસ સાથે જોડાયેલા હોવા છતાં, ભૌતિક ભાડા અને માહિતી એકીકરણના અભાવને કારણે રાઇડર્સની સંખ્યા ઓછી રહે છે. જ્યારે 90 ટકા ઘરો અને મુસાફરોએ જણાવ્યું હતું કે, જાહેર પરિવહન આર્થિક વધારે રોકાણનું છે, પરંતુ 70 ટકા લોકોએ તેને સગવડતા અને કાર્યક્ષમતાના સંદર્ભમાં નીચું રેટીંગ કર્યું છે.”

રિપોર્ટમાં જણાવાયું છે કે, બસના કાફલામાં વધારો કરીને, રાહ જોવાનો સમય ઘટાડીને, સેવાઓની આવર્તન વધારીને અને સલામતીનાં પગલાંને પ્રાથમિકતા આપીને સાર્વજનિક પરિવહનને વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે. અહેવાલમાં જણાવાયું છે કે, અમદાવાદમાં સાર્વજનિક પરિવહનને સંકલિત મલ્ટી મોડલ હબ સાથે જોડવા માટે વધુ બસોની જરૂર છે.

પ્રોજેક્ટનું બીજું પાસું, જટિલ શહેરી પરિસ્થિતિઓ અને સમસ્યાઓની રચના અને અન્વેષણ કરવા માટે પુરાવા-આધારિત અભિગમો પર ધ્યાન કેન્દ્રિત કરતા, બહાર આવ્યું કે, “અમદાવાદમાં નિયુક્ત જાહેર જગ્યાઓ અગમ્ય છે અને તેથી, શબ્દના સાચા અર્થમાં સાર્વજનિક નથી”.

અહેવાલ મુજબ, પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા 15 સંકુલોમાં નિયુક્ત જાહેર જગ્યા 5,62,217 ની વસ્તી માટે ખુલ્લી જગ્યાના માત્ર 1.1 ટકા છે – લગભગ 2.1 ચોરસ મીટર પ્રતિ વ્યક્તિ.

આ પણ વાંચોગુજરાત પોલીસનો નવો પ્રયોગ, ગીરનાર પરિક્રમાની હવાઈ દેખરેખ માટે પેરામોટરીંગ તૈનાત કરી

પ્રોફેસર ઉમેશ શ્રુપાલી, જેઓ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા, તેમણે જણાવ્યું હતું કે, “દ્રશ્ય છિદ્રતા અને ભૌતિક સગવડતા માટે પંદર જાહેર જગ્યાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સર્વે દર્શાવે છે કે, 15 માંથી 70 ટકા પાસે 50 ટકા કરતાં ઓછું વિઝ્યુઅલ એપરચર છે, જે દર્શાવે છે કે, તેઓ મોટા કેમ્પસ અને ઓછા રોડના કિનારાથી ઘેરાયેલા નાના વિસ્તારોમાં સ્થિત છે.

ઉપરાંત, 15 જાહેર જગ્યાઓનું સંચિત વિશ્લેષણ દર્શાવે છે કે, તેમાંથી માત્ર 27 ટકા જ બે કરતાં વધુ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોથી સુલભ છે. પ્રોફેસર શ્રુપાલીએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં માત્ર 48 ટકા પાર્ક જ તમામ આવક જૂથો માટે સુલભ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ