scorecardresearch

અમદાવાદમાં સમી સાંજે ગાજવીજ સાથે વરસાદ, ઠંડા પવનથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી

Ahmedabad Rain updare : અમદાવાદમાં શુક્રવારે સમી સાંજે એકાએક ઠંડા પવન સાથે હવામાન પલટાયો અને ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી.

rain
અમદાવાદમાં સાંજે વરસાદ પડ્યો.

અમદાવાદમાં શુક્રવારે સમી સાંજે એકાએક પવન સાથે હવામાનમાં પલટો આવ્યો અને વરસાદ પડતા આહલાદક માહોલ સર્જાયો હતો. શુક્રવારે સાંજે વૈષ્ણોદેવી, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, બોપલ, એસજી હાઇવે સહિત અમદાવાદના પશ્ચિમ વરસાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. પૂર્વ અમદાવાદના નિકોલ, નરોડા, વસ્ત્રાલ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં 3 દિવસ વરસાદ પડવાની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 28, 29 મેના રોજ સૌરાષ્ટ્ર,ઉત્તર,મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત રાજકોટ,અમરેલી,ભાવનગર,પોરબંદર, પાટણ,મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા, વડોદરા,આણંદ,ભરૂચમાં વરસાદ પડવાની શક્યતા છે.

અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટ યથાવત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. જોકે, અમદાવાદીઓને હજુ 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે. અમદાવાદમાં હજું 5 દિવસ સુધી યલો એલર્ટ યથાવત રખાયું છે.

Web Title: Ahmedabad rain gujarat weather forecast updates

Best of Express