અમદાવાદ વરસાદ : મધ્યરાત્રીએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદમાં સાવત્રિક વરસાદ, આજે પણ પડશે જોરદાર વરસાદ

Ahmedabad Rain, Gujarat Weather, અમદાવાદ વરસાદ : અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Written by Ankit Patel
Updated : June 25, 2024 07:59 IST
અમદાવાદ વરસાદ : મધ્યરાત્રીએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદમાં સાવત્રિક વરસાદ, આજે પણ પડશે જોરદાર વરસાદ
અમદાવાદમાં સોમવારે રાત્રે ભારે વરસાદ IE Gujarat photo by Ajay Saroya

Ahmedabad Rain, Gujarat Weather, અમદાવાદ વરસાદ : અમદાવાદીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ વરસાદે સોમવારે મોડી રાત્રે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અડધીરાત્રે કડાકાભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. સોમવાર મોડી રાત્રે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, ભારે વરસાદના પગલે ગરમીમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા.

અમદાવાદમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

સમગ્ર અમદાવાદમાં સોમવારે મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અડધી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદમાં પૂર્વ અને પશ્વિમ બંને સેક્ટરમાં ભારે વરસાદ પડ્યો હતો. પૂર્વની વાત કરીએ તો નરોડા, ઓઢવ, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, અમરાઈવાડી, મણિનગર, રામોલ, અસારવા, કોટ વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત અમદાવાદના પશ્વિમ વિસ્તારની વાત કરીએ તો સેટેલાઈટ, વસ્ત્રાપુર, સોલા, સાયન્સ સીટી, જોધપુર, શ્યામલ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા, નવરંગપુરા, આશ્રમ રોડ, વાડજ, રાણિપ, એસજી હાઈવે, વૈષ્ણોવદેવી સર્કલ,ગોતા, ચાંદલોડિયા સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

Ahmedabad heavy rain
અમદાવાદમાં ભારે વરસાદ IE Gujarat photo by Ajay Saroya

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદમાં સોમવારે મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાના કારણ લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બીજીતરફ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના પગલે લોકોએ રાતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ- Gujarat Rain : છેલ્લા 14 કલાકમાં 104 તાલુકામાં મેઘમહેર, 16 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો

આજે પણ પડશે જોરદાર વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 25 જૂન 2024, મંગળવારના રોજ અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયેલો રહેશે. આજે પણ સમગ્ર અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે. હવે અમદાવાદીઓને ગરમીમાં શેકાવું નહીં પડે. આગામી ત્રણ દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

(સમાચાર અપડેટ થઈ રહ્યા છે)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ