કેન્દ્રશાસિત પ્રદેશ દીવ બાદ હવે અમદાવાદમાં સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝની મજા માણી શકાશે. સાબરમતી નદીમાં જાહેર જનતા માટે સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂડ શિપ જૂન મહિના શરૂ કરવામાં આવશે. આ ક્રૂઝ શિપમાં ક્રૂ સભ્યો સહિત એક સાથે 150 વ્યક્તિઓ મુસાફરીનો આનંદ માણી શકશે. આ ક્રૂઝ શિપનો ચાર્જ, રૂટ, મુસાફરીનો સમય અને કઇ-કઇ સુવિધાઓ મળશે ક્યાં ક્યાં આનંદ- મનોરંજન માણી શકાશે તે બુધ જ જાણો…
ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝનું કદ
ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝ 30 મીટર લંબાઇ અને 10 મીટર પહોળી છે.
એક વખતની રાઇડમાં કેટલા મિનિટ મજા માણી શકાશે
આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝમાં મુસાફરો સરદાર બ્રિજથી લઇને ગાંધી બ્રિજ સુધી 90 મિનિટની રાઈડનો આનંદ લઈ શકશે.
ક્રૂઝમાં કઇ-કઇ સુવિધા અને એન્ટરટેઇન્મેન્ટ મળશે
90 મિનિટની એક વખતની રાઇડમાં મુસાફરો ફૂડ, લાઈવ શો અને સંગીતની મજા માણી શકશે.
ક્રૂઝની મુસાફરીનો ચાર્જ
સાબરમતી નદીમાં આ ક્રૂઝ શીપની મુસાફરીની મજા માણવા માટે એક વ્યક્તિદીઠ 2000 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આઈ.કે. પટેલના જણાવ્યા અનુસાર, “સાબરમતી રિવરફ્રન્ટ હંમેશા વાઈબ્રન્ટ અને શહેરના લોકો માટે સક્રિય હોવાની કલ્પના કરવામાં આવી હતી. વર્ષ 2014થી સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝ શરૂ કરવની યોજના હતી, જે હવે સાકાર થઈ રહી છે.”
ક્રૂઝમાં જમવાનું મળશે?
ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં માત્ર લંચ અને ડિનર પીરસવામાં આવશે.
કઇ કંપની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝનું સંચાલન કરશે
તેમમે વધુમાં ઉમેર્યુ કે, ‘અમદાવાદ સ્થિત કંપની અક્ષય ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડને જૂન 2022માં રિવર ક્રુઝનું સંચાલન કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કંપની ક્રુઝ ચલાવવા માટે SRFDCLને વાર્ષિક 45 લાખ રૂપિયા ચાર્જ ચૂકવશે. આ કંપનીએ નવસારીના બીલીમોરા સ્થિત વાડિયા જૂથને ક્રુઝનું બનાવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ ક્રૂઝનું એસેમ્બલિંગ રિવરફ્રન્ટ નજીક થયું છે અને આ પ્રોજેક્ટ પાછળ આશરે કુલ 15 કરોડ રૂપિયનો ખર્ચ થયો છે.”
ક્રૂઝમાં કઇ – કઇ સુવિધાઓ મળશે
આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝ બે માળની છે, જેમાં નીચના ડેક અને ઉપરના ડેક સમાવેશ થાય છે. લોઅર ડેકમાં એર કન્ડીશનીંગ છે જ્યારે ઉપર ડેક ખલ્લું છે. અપર ડેકમાં એક્ઝિબિશન, લાઇવ શો અને ડિસ્પ્લે હશે જે ગાંધીજીના સત્યાગ્રહ જેવી અમદાવાદ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ અને વારસાને રજૂ કરે છે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ક્રૂઝનું પ્રથમ ટ્રાયલ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ થયુ છે. હાલમાં ઈન્ટિરિયરનું કામ ચાલી રહ્યું છે અને તેની વધુ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલેથી જ બોટિંગ, કાયકિંગ, જોર્બિંગ અને અન્ય સુવિધાઓ છે.
આ પણ વાંચોઃ Disclaimer: આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.