Ahmedabad Vastral Murder : રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) વિસ્તારમાં જાહેર રોડ પર ફિલ્મી કહાનીની જેમ ગાડીની ટક્કરથી ઉડાવી દઈ હત્યા (Killed by car collision) કરવાની ઘટના સામે આવી છે. કાર ચાલકે બાઈક પર સવાર ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારવાના ઈરાદે જબરદસ્ત ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત દ્વારા હત્યા કરવાની ઘટના વસ્ત્રાલના કર્ણાવતી રોડ પર એટલે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. જેમાં કાર ચાલક દ્વારા બુલેટ બાઈક પર સવાર ત્રણ યુવાનોને મોતને ઘાટ ઉતારવના ઈરાદે ટક્કર મારી હોવાની જબરદસ્ત ઘટના સામે આવી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, વસ્ત્રાલના કર્ણાવતી રોડ પરથી ત્રણ મિત્રો બુલેટ પર સવાર થઈ રહ્યા હતા, તે સમયે હત્યારા કાર ચાલકે ફૂલ સ્પીડમાં બાઈકને ટક્કર મારી, જેમાં બાઈક પર સવાર ત્રણે યુવાને ફંગોળાઈ રોડ પર પટકાયા હતા, જેમાં મૌલિક નામના યુવાનનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ રામોલ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર તુરંત પહોંચી ગઈ હતી. રામોલ પોલીસ ઈન્સપેક્ટર સી. આર. રાણાએ ઈન્ડીયન એક્સપ્રેસને માહિતી આપતા જણાવ્યું કે, કાર ચાલક દ્વારા બૂલેટને જાણી જોઈ હત્યાના ઈરાદે ટક્કર મારવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેમાં બાઈક પર સવાર ત્રણે યુવાનો રોડ પર પટકાયા, જેમાં એકનું મોત નિપજ્યું છે, અને બે લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક દ્વારા અકસ્માત સર્જ્યા બાદ ફાયરીંગ કરવાની વાત ખોટી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો – પોલીસ આરોપીને મારતો વીડિયો બતાવતા એન્કરે કહ્યું, આ છે ગુજરાત પોલીસના ‘દાંડિયા’, લોકોએ શું કરી પ્રતિક્રિયા?
પોલીસે હાલમાં જાણી જોઈને અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારવાને લઈ હત્યાની કલમ-302ના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અંગત અદવતમાં કારની ટક્કરે હત્યા કરવાનો ખેલ ખેલવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હવે હત્યામાં કોણ કોણ સામેલ છે, ઘટના સ્થળની આસપાસના સીસીટીવી, તથા સ્થળ પર જઈ પુછપરછ હાથ ધરી હત્યારાઓને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.





