Holika Dahan 2025 : ગુજરાત સહિત દેશ આખામાં હોળીકા દહનની શરૂઆત થઈ ગઈ છે. ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન પહેલા પૂજા પાઠ કરવાથી લઇને તેની રાખને ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. ત્યાં જ હોળીની જ્વાળાઓ આપણને ઘણા સંકેત આપતી હોય છે. ગુજરાત ભરમાં લોકોએ હોળી પ્રગટાવી જેને લઈને ઘણા સંકેતો મળ્યા છે. જેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને મોટી આગાહી કરી છે.
હોલિકા દહન સમયે અગ્નિની જ્વાળા સીધી આકાશ તરફ, પૂર્વ દિશા તરફ, પશ્ચિમ દિશા તરફ જવાને લઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે ત્યાં જ હોલિકા દહનની અગ્નિની જ્યોત દક્ષિણ દિશા તરફ જતી હોય તો તેને અશુભ માનવામાં આવે છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને શુભ સંકેતો આપવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો છે. અંબાલાલ પટેલ અનુસાર, આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી. સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી. જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતીઓ હોળી-ધૂળેટીમાં સાચવજો! હવામાન વિભાગની ભીષણ ગરમીની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાને લઈને જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું ખુબ જ સારુ રહેવાનું છે. આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને તેમનો પાક સારો રહેવાનો છે.
વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસામાં આ વર્ષે અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડશે. એટલે કે આ વખતે હોળીની જ્વાળાઓએ શુભ સંકેત આપ્યા છે.