Amit Shah Visit Daman Gujarat: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ નેતા અને દેશના ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહે ગુજરાતમાં છોડા ઉદેપુર અને દમણમાં જનસભા સંબોધી હતી. દમણમાં જનસભા સંબોધતા અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરાં પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં અમતિ શાહે કહ્યું કે, ચાંદીને ચમચી લઇ જન્મેલા રાહુલ ગાંધી અને ચા વેચવા વાળા નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી જંગી છે. અમિત શાહે ભાજપ ઉમેદવાર દમણના લાલુભાઇ પટેલ અને દાદરા નગર હવેલીના ઉમેદવાર કલાબેન દકેલર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.
ચાંદીને ચમચીવાળા રાહુલ ગાંધી અને ચા વેચવા વાળા નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી જંગી
દમણના વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમં અમતિ શાહે ચૂંટણી સભા સંબોધી હતી. ચૂંટણી સભાને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, ચાંદીની ચમચી લઇ જન્મેલા રાહુલ ગાંધી અને ગરીબ ચા વેચવા વાળા નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી જંગ છે. 23 – 23 વર્ષ સુધી સીએમ – પીએમ પદે રહેનાર નરેન્દ્ર મોદી એક પણ રજા લીધા વગર સરહદ પર સૈનિકો સાથે દિવાળી ઉજવે છે. ત્યારે થોડીક ગરમી વધતા રાહુલ ગાંધી થાઇલેન્ડ બેંગકોક ફરવા જતા રહે છે.
કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, એક બાજુ 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડ કરનાર કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન છે તો બીજી બાજુ 23 – 23 વર્ષ સુધી સીએમ અને પીએમ પદે રહ્યા બાદ પણ 25 પૈસાના કૌભાંડનો આરોપ નથી તેવા નરેન્દ્ર મોદી છે.
આ પણ વાંચો | 3 રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોએ કેમ છોડી દીધું મેદાન? ભાજપની ચાલ કે અન્ય કોઇ કારણ
એસસી, એસટી અને ઓબીસીના હક લઘુમતીને આપ્યા
અમિત શાહે કહ્યું કે, એસસી, એસટી અને ઓબીસીના અનામતમાંથી ભાગ પડાવી કોંગ્રેસ લઘુમતીને લાભ કરાવ્યો છે. 500 વર્ષ બાદ શ્રીરામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ટાનું કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધીને આમંત્રણ મોકલવામાં આવ્યા હતું. જો કે તેમને લઘુમતી વોટ બેંક ગુમાવવાનો ડર હોવાથી આવ્યા નહીં.