Amreli borewell accident, અમરેલી બોરવેલ દુર્ઘટના : અમરેલીના સુરાગપુર ગામમાં શુક્રવારે ખેતરમજૂરની દોઢ વર્ષની દીકરી બોરવેલમાં પડવાની ઘટના બાદ 18 કલાક લાંબુ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને રેસ્ક્યૂ ઓપરેશન પુરું થયું હતું જોકે, આરોહીને મૃત જાહેર કરવામાં આવી હતી. આજે શનિવારે સવારે જ્યારે બોરવેલમાંથી આરોહીનો પાર્થિવ દેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
તંત્રની ભારે મહેનત પણ સફળતા ન મળી
ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. તંત્ર દ્વારા રેસક્યુ પર સતત નજર રાખવામાં આવી રહ્યું હતું. NDRF, 108 તેમજ ફાયર વિભાગની સાથે સ્થાનિક તંત્રએ આરોહીને બચાવવા માટે ભારે મહેનત કરી હતી પરંતુ સફળતા મળી ન હતી. 18 કલાક સુધી માસૂમ મોત સામે ઝઝુમી હતી. આખરે આરોહી જિંદગી સામેની જંગ હારી ગઈ હતી. ગામ લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો વાડીએ ઉમટી પડ્યા હતા.

બોરવેલમાં પડવાની સૌરાષ્ટ્રની ચોથી ઘટના
તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં માત્ર એક વર્ષમાં બોરવેલમાં બાળક ફસાવવાની આ ચોથી ઘટના સામે આવી છે. ગયા વર્ષે 3 જૂનના રોજ, મધ્યપ્રદેશના ખેતમજૂરની બે વર્ષની બાળકી જામનગર શહેરના પૂર્વ બાજુના તમચણ ગામમાં ખેતરમાં બોરવેલમાં પડી હતી. બચાવકર્મીઓ તેના મૃતદેહને માત્ર 20 ફૂટની ઊંડાઈથી બહાર કાઢી શક્યા હતા.
આ પણ વાંચોઃ- વરસાદની આગાહી : અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં 48 કલાક વાવાઝોડા સાથે વરસાદ પડશે
1 જાન્યુઆરીના રોજ, જામનગર શહેરથી લગભગ 90 કિમી પશ્ચિમે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પડોશી ગામ રાણમાં એક બે વર્ષની બાળકી ઘરના આગળના યાર્ડમાં આવેલા બોરવેલમાં પડી ગઈ હતી. NDRF ની 6ઠ્ઠી બટાલિયનની આગેવાની હેઠળની સંયુક્ત બચાવ ટીમ દ્વારા લગભગ 35 ફૂટની ઊંડાઈએ ફસાયેલી છોકરીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી, તે પણ બચી શકી ન હતી.





