Gir Lion Viral Video: રાજુલામાં અલ્ટ્રાટેક કંપનીની બહાર ડાલામથ્થા સિંહે વાછરડાનું મારણ કર્યું, વીડિયો વાયરલ

Amreli Gir Lion Killed Cow Viral Video : અમેરિલાના રાજુલામાં અલ્ટ્રાટેક કંપનીના દરવાજાની બહાર ડાલામથ્થા સિંહે એક વાછરડાનું મારણ કર્યુ છે. સિંહ દ્વારા શિકારનો આ વીડિયો અજાણ્યા વ્યક્તિએ ઉતારી વાયરલ કર્યો છે

Written by Ajay Saroya
November 21, 2023 00:01 IST
Gir Lion Viral Video: રાજુલામાં અલ્ટ્રાટેક કંપનીની બહાર ડાલામથ્થા સિંહે વાછરડાનું મારણ કર્યું, વીડિયો વાયરલ
Amreli Lion killed cow ultratech company rajula Gir Lion Viral Video

Amreli Gir Lion Killed Cow Viral Video: અમરેલીના રાજુલામાં ડાલામથ્થા સિંહે એક વાછરડાનું મારણ કર્યુ છે. સિંહ દ્વારા વાછરડાના મારણનો વીડિયો વાયરલ થયો છે. સમગ્ર ઘટનાની વાત કરીયે તો અમરેલીના રાજુલાના કોવાયા સ્થિત અલ્ટ્રાટેક કંપનીના ગેટની બહાર ડાલામથ્થા સિંહે વાછરડાનો શિકાર કર્યો હતો.

વાછરડાનું મારણ કરતા સિંહનો વીડિયો વાયરલ

અમરેલીના રાજુલાના કોવાયા સ્થિત અલ્ટ્રાટેક કંપનીના ગેટની બહાર ડાલામથ્થા સિંહ વાછરડાનું મારણ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે રસ્તા પર એક સિંહ ગાયના નાના વાછરડાને ગળેથી પકડીને નીચે પાડી દેને શિકાર કરી છે. ત્યારબાદ સિંહ મારણને ઢસડીને જંગલ બાજુ લઇ જાય છે. આ દરમિયાનનો ઘટના સ્થળથી થોડેક દૂર ફોર વ્હીકલમાં બેઠેલા વ્યક્તિએ સિંહ દ્વારા વાછરડાના મારણનો સંપૂર્ણ વીડિયો ઉતાર્યો છે. હવે આ વીડિયો શુટ કરનાર કોણ છે તેની શોધખોળ ચાલી રહી છે.

નોંધનિય છે કે, ગીર જંગલ અને અમરેલીના આસપાસના જંગલ વિસ્તારમાં સિંહના મારણ કરતા કે સિંહની પજવણી કરતા વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં અસામાજીક તત્વો સિંહની પજવણી કે હેરાનગતિ કે સિંહની પાછળ વાહન દોડાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળે છે, જે તદ્દન ખરાબ બાબત છે. આવા શખ્સોને સિંહની પજવણી ન કરવા અને આવા વીડિયો ન ઉતારવા વન વિભાગ દ્વારા કડક સૂચના સાથે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ