Amul Reduces Prices : કેન્દ્ર સરકારે GST સ્લેબમાં કરેલા ફેરફાર બાદ હવે અમૂલે ગ્રાહકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલે તેની 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કંપનીએ ઘી, બટર આઈસ્ક્રીમ, બેકરી અને ફ્રોઝન નાસ્તા સહિત તેના 700 થી વધુ પેકેજ્ડ ઉત્પાદનોના છૂટક ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. નવી કિંમતો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
GCMMF એ શું કહ્યું
GCMMF એ જણાવ્યું કે માખણ, ઘી, UHT દૂધ, આઈસ્ક્રીમ, પનીર, ચોકલેટ, બેકરી ઉત્પાદનો, ફ્રોઝન ડેરી અને આલૂ સ્નેક્સ, કન્ડેન્સ્ડ મિલ્ક, પીનટ સ્પ્રેડ, માલ્ટ આધારિત પીણાં વગેરે જેવા ઉત્પાદનો પર ભાવ ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે. અમૂલ બટર (100 ગ્રામ) ની MRP 62 રૂપિયાથી ઘટાડીને 58 રૂપિયા કરવામાં આવી છે. અમૂલ ઘી ની કિંમત 40 રૂપિયા ઘટાડીને 610 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
અમૂલના પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (1 કિલો) ની MRP 30 રુપિયા ઘટાડીને 545 રુપિયા પ્રતિ કિલો કરવામાં આવી છે. ફ્રોઝન પનીર (200 ગ્રામ) ની નવી MRP 95 રુપિયા થશે.
આ પણ વાંચો – મધર ડેરીનું દૂધ 2 રૂપિયા સસ્તું થયું, ઘી માખણ પનીરની પણ કિંમત ઘટી
GCMMF એ એક નિવેદનમાં જણાવ્યું કે અમૂલનું માનવું છે કે ભાવ ઘટાડાથી ડેરી ઉત્પાદનો ખાસ કરીને આઈસ્ક્રીમ, પનીર અને બટરની વિશાળ શ્રેણીનો વપરાશ વધશે. કારણ કે ભારતમાં માથાદીઠ વપરાશ ખૂબ ઓછી છે, જેનાથી વિકાસની નવી તકો ઊભી થશે.
અગાઉ મધર ડેરીએ પણ 22 સપ્ટેમ્બરથી તેના ઉત્પાદનો પર ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી.





