Collector DS Garhvi video viral case : આણંદ જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીના અશ્લિલ વાયરલ વીડિયો બાદ, સૌથી પહેલા પ્રશ્ન એ હતો કે, કોણે સ્ટીંગ વીડિયો બનાવ્યો. આ મામલે એફઆઈઆર અને તપાસ બાદ મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે ડી પટેલ તથા હર્ષ ચાવડા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ડી એસ ગડવીની ચેમ્બરમાં વીડિયો લગાવવામાં આ ત્રણ લોકોનો હાથ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે.
શું હતો મામલો?
આણંદ કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે અશ્લિલ હરકત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આઈએએસ લોબીમાં હાહાકાર મચી ગયો હતો. મીડિયા અહેવાલો બાદ આ મામલાએ એટલી તૂલ પકડી મામલો સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સરકાર પણ એક્શનમાં આવી અને તત્કાલીન આણંદ કલેક્ટર ડીએસ ગઢવીને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.
મોટા ખુલાસા થાય તેવી સંભાવના
તત્કાલીન ડી એસ ગઢવી અશ્લિલ વીડિયો વાયરલ થયા બાદ તેમને તેમના પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોણે તેમની ચેમ્બરમાં વીડિયો કેમેરા લગાવ્યો આ મામલે ખુલાસો થઈ ગયો છે, અને ત્રણ લોકો મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે ડી પટેલ તથા હર્ષ ચાવડા નામના વ્યક્તિની ધરપકડ કરી દેવામાં આવી છે. આ પૂરા મામલે એટીએસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એટીએસ સહિત ઉચ્ચ કક્ષાની કમિટી પૂરા મામલે તપાસ કરી રહી છે. કેમેરો કોને લગાવ્યો તે સામે આવ્યા બાદ હવે કેમ લગાવવામાં આવ્યો તે અંગે પણ તપાસ થઈ રહી છે, આ સિવાય પણ તપાસ બાદ અન્ય કેટલાક ખુલાસાઓ થઈ શકે છે.
કોણ છે ડી એસ ગઢવી?
અશ્લિલ વીડિયો વાયરલ થયા બાદ જે આણંદ કલેક્ટર ડીએસ ગડવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેઓ મૂળ મહેસાણા જિલ્લાના વતની છે. તેઓ બીઈ ઈલેક્ટ્રોનિક્સના અભ્યાસ સાથે સરકારી નોકરી માટે જોડાયા. ડીએસ ગઢવીએ અત્યાર સુધી ધોળકામાં ડેપ્યુટી કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા ડીડીઓ તરીકે ખેડા, ડાંગ, સુરત સહિત શહેરમાં કામગીરી કરી છે. આ સિવાય તેમણે અંબાજ મંદિરના વહીવટદાર તરીકે પણ ફરજ બજાવેલી છે. આખરે પ્રમોશન સાથે તેઓ આણંદ જિલ્લા કલેક્ટરનો પદભાર સંભાળી રહ્યા હતા.
આ પણ વાંચો – ગુજરાત ચૂંટણીમા ભાજપે કોંગ્રેસ કરતા કર્યો બે ગણો ખર્ચ, અમિત શાહ અને નીતિન ગડકરીના પ્રવાસ પર કેટલો ખર્ચ?
ડી એસ ગઢવીની જગ્યાએ કોને ચાર્જ સોંપવામાં આવ્યો?
આઈએએસ ડી એસ ગડવીને સસ્પેન્ડ કરાયા બાદ હાલમાં મિલંદ બાપને આણંદ કલેક્ટર તરીકેનો વધારાજો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મિલંદ બાપ હાલમાં આણંદમાં ડીડીઓ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. મિલંદ બાપ અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગર્વમેન્ટ તરીકે ફરજ નિભાવીચુક્યા છે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે િઝનેસ લો સાથે અભ્યાસ કરી, 2017માં યુપીએસસી પાસ કરી સરકારી સેવામાં જોડાયા છે.





