Anant Ambani Radhika Merchant Pre Wedding LIVE Update, અનંત અને રાધિકા પ્રી વેડિંગ સેરેમની : બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો છે. જામનગરમાં પ્રી વેડિંગ સેરેમની ત્રણ દિવસ સુધી ચાલનાર છે. 1 માર્ચથી શરૂ થઈને 3 માર્ચે સમાપ્ત થશે. જેમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીની હસ્તીઓ ભાગ લેવા જામનગર પહોંચી છે. હોલીવુડ પોપ સ્ટાર રીહાન્ના અહીં પરફોર્મ કરવા જામનગર પહોંચી છે.
આ સિવાય અર્જુન કપૂર, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, વિકી કૌશલ, શાહરૂખ ખાન સહિત ઘણા દિગ્ગજ કલાકારો આ પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચી ગયા છે. 1 માર્ચની સાંજે મહેમાનો માટે ‘ઇવનિંગ ઇન એવરલેન્ડ-થીમ આધારિત’ કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 2 માર્ચે સૌપ્રથમ દરેક વ્યક્તિ રિલાયન્સ એનિમલ રેસ્ક્યુ સેન્ટરની ટૂર પર જશે અને સાંજે ‘મેલા રોગ’ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 3 માર્ચે દરેક વ્યક્તિ ‘ટસ્કર ટ્રેઇલ’ પર જશે અને છેલ્લી ઇવેન્ટ પરંપરાગત હશે. ‘હસ્તાક્ષર’ સમારોહ..