Anant Radhika Pre Wedding: અનંત-રાધિકા પ્રી-વેડિંગ થીમ શું છે? કેમ જામનગરની પસંદગી કરી? નીતા અંબાણીનો VIDEO જાહેર

Anant-Radhika Pre Wedding Theme: અનંત અંબાણી રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ કાર્યક્રમ જામનગરમાં ચાલી રહ્યો છે, નીતા અંબાણીએ એક વીડિયો શેર કરી જણાવ્યો ફંક્શનની થીમ શું છે અને જામનગરની કેમ પસંદગી કરી.

Written by Kiran Mehta
Updated : March 01, 2024 15:54 IST
Anant Radhika Pre Wedding: અનંત-રાધિકા પ્રી-વેડિંગ થીમ શું છે? કેમ જામનગરની પસંદગી કરી? નીતા અંબાણીનો VIDEO જાહેર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનમાં રાજકારણીથી લઇને દિગ્ગજ સેલેબ્સ હાજરી આપશે

Anant Radhika Pre Wedding Theme: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં શરૂ થઈ ગયું છે. ત્યારે નીતા અંબાણીએ એક વીડિયો જાહેર કરીને અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની થીમ શું છે તે જણાવ્યું છે. બોલિવુડ સ્ટાર્સ, બિઝનેસમેનો સહિતના મહેનમાનોની એરપોર્ટ પર અવર જવર જોવા મળી રહી છે. અંબાણી પરીવારના પુત્રના આ ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

નીતા અંબાણીએ અનંત-રાધિકા પ્રીવેડિંગની થીમ જાહેર કરી

તમને જણાવી દઈએ કે, દેશ-વિદેશની પ્રખ્યાત હસ્તીઓ આ પ્રસંગમાં હાજરી આપી રહી છે. ત્યારે નીતા અંબાણીએ એક વીડિયો જાહેર કર્યો છે. આમાં તેમણે આ ઉજવણીની મુખ્ય થીમ જાહેર કરી છે. એ પણ કહેવામાં આવ્યું છે કે, તેણે પ્રિ-વેડિંગ ફંક્શન માટે જામનગરની પસંદગી કેમ કરી?

શું કહ્યું નીતા અંબાણીએ?

અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી છે. નીતા અંબાણીએ પોતે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, આ ફેસ્ટિવલની મુખ્ય થીમ ‘કલા અને સંસ્કૃતિ’ છે. નીતા અંબાણીએ કહ્યું કે, તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે. હવે જ્યારે અનંત રાધિકા સાથે તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે, તેમણે ત્રણ દિવસના કાર્યક્રમની થીમ તરીકે ‘કલા અને સંસ્કૃતિ’ પસંદ કરી છે.

આ પણ વાંચોAnant Radhika Pre Wedding : અનંત અને રાધિકા પ્રી વેડિંગ સેરેમની જામનગર, અહીં વાંચો લાઈવ અપડેટ્સ

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગરની કેમ પસંદગી કરી

જામનગર, ગુજરાત રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે તેમના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન વિશે વાત કરતા કહ્યું છે કે, “…જ્યારે મારા સૌથી નાના પુત્ર અનંતના લગ્ન રાધિકા સાથે થઈ રહ્યા છે, ત્યારે તેની બે મહત્વની ઈચ્છાઓ હતી – પ્રથમ, હું મારા મૂળમાં રહી ઉજવણી કરવા માંગતો હતો… બીજું, તે હું ઈચ્છતો હતો કે, ઉજવણી આપણી કલા અને સંસ્કૃતિ સાથે હોય, આ બધુ સમન્વય જામનગરમાં છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ