scorecardresearch

આપણું ગુજરાત : આજના બપોર સુધીના મહત્ત્વના સમાચાર એક જ Clickમાં

Gujrati today Important news : ગુજરાતના આજના બપોર સુધીના મુખ્ય સમાચારમાં અમિત શાહ (Amit Shah) ઉત્તરાયણ (Uttarayan) ગુજરાતમાં કરશે, રાજ્યમાં ઠંડી (Gujarat Cold) ઓછી થશે, અમદાવાદ રાયપુરમાં હત્યા (Ahmedaad Murder), સુરત (Surat)માં ચરસ ઝડપાયું, તો રાજકોટ (Rajkot) માં બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ થઈ છે.

આપણું ગુજરાત : આજના બપોર સુધીના મહત્ત્વના સમાચાર એક જ Clickમાં
ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર (મેપ ફોટો સોર્સ – ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ)

Gujarat 6th December News : ગુજરાતના આજના બપોર સુધીના કેટલાક મહત્વના સમાચાર (Gujarat today Important news) ની વાત કરીએ તો, અમદાવાદમાં સાયકલ એક્સપો યોજાયો, તો હવામાન વિભાગની આગાહી છે કે ઠંડીમાં થોડી રાહત મળશે, આ બાજુ અમિત શાહ ઉતરાયણ ગુજરાતમાં મનાવશે તેવા સમાચાર સામે આવ્યા છે. તો કહેવાય છે રાજ્યને નવા સચિવ ટુંક સમયમાં મળી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, સુરતમાં રસ્તાઓ પહોળા કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ચલાવવાનું શરૂ કર્યું, તો સુરતમાં ચરસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, ઉંઝા યાર્ડમાં નવા જીરાની આવક થઈ છે તો પાટણમાં પોલીસે શ્રમિકોને વગર વાંકે માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, હળવદમાં એક પરિવારે વ્યાજખોરના ત્રાસથી રાજ્યપાલને પત્ર લખી ઇચ્છા મૃત્યુની માંગ કરી, તો રાજકોટમાં બાલાજી વેફર્સ કંપનીમાં લૂંટનો મામલો સામે આવ્યો છે. આ બાજુ રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં ચેરમેન તરીકે જયેશ રાદડિયા યથાવત. તો જોઈએ ટુંકી વિગત સાથે તમામ મહત્ત્વના સમાચાર.

ગુજરાતના મહત્ત્વના સમાચાર

ગુજરાતમાં ઠંડીથી મળશે આંશિક રાહત

ગુજરાતમાં ઠંડીના સમાચારની વાત કરીએ તો, હવામાન વિભાગે ટંડીમાંથી થોડી રાહત મળવાની આગાહી કરી છે. બે દિવસ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘટશે ઠંડીમાં ઘટાડો નોંધાશે, સાથે વાદળછાયુવાતાવરમ રહી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં તો દિવસે 26 ડિગ્રીએ તાપમાન પહોંચી શકે છે.અમિત શાહ ગુજરાત આવશે

અમિત શાહ ઉત્તરાયણ ગુજરાતમાં કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયમના દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ પરિવાર સાથે ઉત્તરાયણનો તહેવાર મનાવશે. તા 14 અને 15 ગુજરાતમાં રહેશે, પરિવાર સાથે જગન્નાથ મંદિરે દર્શ કરશે અને કાર્યકરો સાથે પતંગ પણ ઉડાવશે, સાથે 15 જાન્યુઆરીએ કચ્છ બોર્ડરની મુલાકાત લઈ શકે છે.

ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બનશે?

ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ ખતમ થઈ રહ્યો છે, જેને પગલે ચર્ચા શરૂ થઈ ગઈ છે હવે નવા મુખ્ય સચિવ કોણ બનશે. આ બધા ચર્ચા છે કે, એસ અપર્ણા, મુકેશ પુરી, રાજકુમાર આ ત્રણ નામ મોખરે ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એસ અપર્ણા હાલ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે, મુકેશ પુરી ખેતી-પશુપાલન વિભાગમાં અધિક સચિવ છે તો રાજકુમાર હાલ ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ છે. રાજકુમાર 1987 બેચના IAS અધિકારી છે, એસ.અપર્ણા અને મુકેશ પુરી 1988 બેચના IAS અધિકારી છે.

અમદાવાદના મહત્ત્વના સમાચાર

રાયપુરમાં હત્યા, સાઈકલ એક્સપો અને પ્રોપર્ટી શોનું આયોજન થયું

અમદાવાદના સમાચારની વાત કરીએ તો, અમદાવાદના રાયપુર એરિયામાંથી નાનાભાઈની હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંટોડીયાવાસમાં ગત રાત્રે મોટાભાઈ અને ભાભી વચ્ચે ઝગડો થયો તેમાં નાનોભાઈ છોડાવવા વચ્ચે પડ્યો અને ગુસ્સામાં મોટાભાઈએ છરીના ઘા મારતા નાનાબાઈનું મોત થયું હતુ.

તો અમદાવાદમાં સાઈકલ એકસ્પોનું પમ આયોજન કરવામાં આવ્યું છે. આજે અને આવતી કાલે સાયકલ એક્સપોનું આયોજન છે. હેલ્થ પ્રત્યે લોકોમાં જાગૃપતા લાવવા માટે આયોજન કરાયું છે, આ કાર્યક્રમમાં દેશભરમાંથી 55થી વધુ મેન્યુફેક્ચર્સોએ ભાગ લીધો છે.

અમદાવાદમાં ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન

અમદાવાદમાં 17મો ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું હતુ, આ સો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ્લો મુકવામાં આવ્યો હતો. જે લોકો ઘરનું ઘર વસાવવા માંગતા હોય તેમના માટે અહીં સારી એવી માહિતી આપવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતના મહત્ત્વના સમાચાર

સુરતમાં ચરસ સાથે એકની ધરપકડ, તો રસ્તાઓ પહોળા કરવા એસએમસીની ઝુંબેશ

દક્ષિણ ગુજરાતમાં સુરતથી બે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતમાં એક વ્યક્તિ 80 હજારની કિંમતના 475 ગ્રામ ચરસ સાથે ઝડપાયો છે. તો સુરત શહેરના રસ્તાઓ પહોળા કરવા સુરત મહાનગર પાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે. નવા કમિશ્રને આક્રમક મૂડમાં આવી બુલડોઝર ચલાવવાનું નક્કી કર્યું. શહેરના 10 જેટલા રસ્તા કુલ્લા કરાયા, તો 35 જેટલા રસ્તા પહોળૈા કરવામાં આવશે. દબાણ કરાયેલ 61 હજાર ચો.મી જમીનનો પાલિકાએ કબ્જો લીધો.

ઉત્તર ગુજરાતના મહત્ત્વના સમાચાર

ઊંઝા યાર્ડમાં જીરૂની આવક, તો પાટણમાં પોલીસે શ્રમિકોને માર માર્યો

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની નવી આવક શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં શુકનની હરાજીમા 20 કિલો (મણ)ના 51,111 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો આ બાજુ પાટણમાં પોલીસે શ્રમિકોને વગર વાંકે માર માર્યોનો મામલો સામે આવ્યો છે. પાટમ તાલુકા પોલીસે મંદિરમાં ચોરીની શંકાએ 3 લોકોને ઠોર માર માર્યો, ત્રણેને ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના મહત્ત્વના સમાચાર

હળવદમાં વ્યાજખોરના ત્રાસથી ઈચ્છા મૃત્યુંની માંગ, તો રાજકોટમાં બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ

સૌરાષ્ટ્રના સમાચારની વાત કરીએ તો, હળવદના માલણિયાદ ગામમાં એક પરિવારે રાજ્યપાલને પત્ર લખી ઈચ્છા મૃત્યું માંગ કરી છે. જણાવ્યું છે કે, વ્યાજખોરના ત્રાસથી પરિવારે મત્યુંની માંગ કરી છે. ગરના મોભીની વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા બાદ, એફએસએલનો રિપોર્ટ હજુ સુધી ન આવતા પોલીસે ફરિયાદ ન નોંધતા પરિવારે ઈચ્છા મૃત્યુંની માંગ કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું. તો આ બાજુ રાજકોટમાં બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચોકીદારને બંધક બનાવી લૂટારૂઓએ લાખો રૂપિયાની લૂંટ કરી. તો આ બાજુ રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં રાદડિયા રાજ યથાવત રહ્યું છે. ચેરમેન તરીકેની ચૂંટણીમાં ફરી જયેશ રાદડિયા જ ચેરમેન તરીકે યથાવત રહ્યા છે તો વાઈસ ચેરમેન તરીકે મગન વડાવિયા પણ રિપીટ થયા છે.

Web Title: Apnu gujarat 06 01 2023 today important news ahmedabad south gujarat north gujarat saurastra

Best of Express