કેજરીવાલનો ચોંકાવનારો દાવો : ‘IBનો રિપોર્ટ ગુજરાતમાં AAP જીતી રહી, શું આક્ષેપો કર્યા? ટ્વિટર પર લોકો લઈ રહ્યા મજા

Arvind Kejriwal Gujarat visit : અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં જીતવાનો દાવો કરી ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પર આક્ષેપ કર્યા હતા. તો જોઈએ તેમના ભાષણ (Speech) ની કેટલીક મહત્વની વાતો.

Written by Kiran Mehta
Updated : October 06, 2022 11:34 IST
કેજરીવાલનો ચોંકાવનારો દાવો : ‘IBનો રિપોર્ટ ગુજરાતમાં AAP જીતી રહી, શું આક્ષેપો કર્યા? ટ્વિટર પર લોકો લઈ રહ્યા મજા
અરવિંદ કેજરીવાલનો દાવો

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, પરંતુ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં નિવેદનોનો વરસાદ વધી ગયો છે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ ચૂંટણી લડી રહી છે અને આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, આઈબીનો રિપોર્ટ (IB Report) આવ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે, ભાજપ (BJP) ઈચ્છે છે કે, કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત બને જેથી કરીને ભાજપ વિરોધી મતોનું વહેંચાઈ જાય.

અરવિંદ કેજરીવાલે શું-શું દાવા કર્યા?

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું, “સૂત્રો અનુસાર, IBનો રિપોર્ટ આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો હાલ ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જો કે અત્યારે પાતળી સરસાઈથી સરકાર રચાઈ રહી છે, પરંતુ સીટોનું અંતર ઘણું ઓછું હશે. પરંતુ મોટી બહુમતી સાથે આમ આદમી પાર્ટીની સરકાર રચાય તે માટે ગુજરાતની જનતાએ વધુ જોર લગાવવું પડશે.

ભાજપ કોંગ્રેસ એક થઈ ગયાનો લગાવ્યો આક્ષેપ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, જ્યારથી આ રિપોર્ટ આવ્યો છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ગુપ્ત બેઠક કરી રહ્યા છે અને બંને એક થઈ અમારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. ભાજપ હવે કોંગ્રેસને ગાળો નથી આપી રહી અને કોંગ્રેસ હવે ભાજપને ગાળો નથી આપી રહી. સાથે મળીને તેઓ અમને ગાળો આપી રહ્યા છે અને એક જ ભાષામાં ગાળો આપી રહ્યા છે.

‘કોંગ્રેસને મત આપવાનો મતલબ ભાજપને મત આપવો’

ભાજપ પર આરોપ લગાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ભાજપનો પ્લાન એ છે કે કોંગ્રેસ મજબૂત બને, જેથી કરીને ભાજપ વિરોધી વોટ વહેંચાઈ જાય. કોંગ્રેસને આમ આદમી પાર્ટીના વોટ લેવાની ખેંચવાની જવાબદારી મળી છે. ગુજરાતની જનતા સાવધાન, કોંગ્રેસને વોટ ન આપો કારણ કે કોંગ્રેસની 10 સીટ પણ નથી આવી રહી. કોંગ્રેસને મત આપવાનો મતલબ ભાજપને મત આપવો, કારણ કે પાછળથી એ જ લોકો ભાજપમાં જશે.”

ટ્વીટર સહિત સોશિયલ મીડિયા પર કેવી લઈ રહ્યા મજા?

તો, કેજરીવાલના નિવેદન બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ એન્જોય કરી રહ્યા છે. દીપક નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, IB હવે કેજરીવાલ જીને રિપોર્ટ કરે છે અને તમે જ કહો છો કે તે કોઈ કામના નથી? આ જ આઈબીએ તેમને યુપી ચૂંટણીમાં પણ જોરદાર જીતની જાણકારી પણ આપી હતી. આશુ નામના એક ટ્વિટર યુઝરે લખ્યું કે, આ IBએ કેજરીવાલને ઉત્તરાખંડની 56 સીટો જીતવાની પણ માહિતી આપી હતી.

આ પણ વાંચોઅરવિંદ કેજરીવાલ પર ગુજરાતમાં બોટલ ફેંકાઈ, જુઓ VIDEO

તો, કેજરીવાલના દાવા પર, સિંહા નામના ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું કે, તમે ઉત્તરાખંડ પણ જીતી રહ્યા હતા. જ્યારે સુશીલ નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, “કેજરીવાલ જી, તમારી આ યુક્તિ હવે ઘણી જૂની થઈ ગઈ. લોકો તમારી મજાક ઉડાવે છે. તેથી કંઈક નવું લાવો જેના પર લોકો વિશ્વાસ કરી શકે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ