શિષ્યા પર બળાત્કારના કેસમાં આસારામને ગાંધીનગરની કોર્ટે (Gandhinagar Court)આજીવન કેદની સજા ફટકારી છે. આસારામને (Asaram) આઇપીએસની કલમ 376 (2) (સી), 377 (અપ્રાકૃતિક યૌનાચાર) અને અવૈધ રુપથી બંધક બનાવવા સાથે જોડાયેલી કલમમાં દોષિત જાહેર કર્યા છે. સુરતની એક મહિલાએ 2013માં આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
આસારામને થયેલી આજીવનન કેદની સજા એ તેમના પતન તરફ ઇશારો છે. તેઓ એક સમયે મોટી સંખ્યામાં અનુયાયીઓ સહિત દેશના શક્તિશાળી લોકો તેમજ રાજકીય પક્ષોના મોટા માથે સાથે બેઠક હતી.
દુષ્કર્મના કેસમાં આશારામ માટે આ બીજીવાર સજા ફટકારવામાં છે. અગાઉ, એપ્રિલ 2018 માં તેને રાજસ્થાનના જોધપુરમાં 16 વર્ષની છોકરીને પોતાના હવસનો શિકાર બનાવી હતી. જેને પગલે તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ બંને દુષ્કર્મના કેસ જોધપુર અને ગાંઘીનગરમાં વર્ષ 2013માં નોંધાયા હતા.
સમગ્ર ઘટનાક્રમ પર એક નજર કરીયે તો સુરતની એક યુવતીએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે લગભગ 10 વર્ષ પહેલા આસારામના આશ્રમમાં ગઈ હતી. તે દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. મહિલાનો આરોપ છે કે આસારામે તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું હતું.
આસારામની 31 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પોલીસે દુષ્કર્મના એક અન્ય કેસમાં ધરપકડ કરી હતી, ત્યારથી તે જેલમાં બંધ છે. આસારામને એક અન્ય કેસમાં આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી. વર્ષ 2013માં એક શિષ્યા સાથે દુષ્કર્મના આરોપમાં જોધપુરની અદાલતે વર્ષ 2018માં આજીવન જેલની સજા સંભળાવી હતી.
આ પણ વાંચો: IPS Vikas Sahay : આઈપીએસ વિકાસ સહાય ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP, જાણો પ્રોફાઇલ
મહત્વનું છે કે, દુષ્કર્મની બદનામી પહેલા આસારામ ખુબ લોકપ્રિય ધાર્મિક ગુરૂ હતા. આસારામે લગભગ 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. વર્ષ 1970ના દાયકામાં તેણે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે એક નાની ઝૂંપડી બનાવી હતી. ત્યારબાદ ઝુંપડીમાંથી વિશાળ આશ્રમ બનાવવાની સાથે સાથે દેશભરમાં પોતાના આશ્રમ સ્થાપિત કર્યા હતા. હાલમાં 400થી વધુ આશ્રમો છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેમનું સામ્રાજ્ય ફેલાયેલું છે.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
આસારામના આ પ્રકારના પ્રભાવથી રાજનીતિક અનુયાયીઓ પણ વધવા લાગ્યા, પક્ષની લાઇનોથી ઉપર ઉઠીને તેમજ ગુજરાતની નોકરશાહીમાં પણ તેમની મજબૂત પકડ હતી. આસારામના જમાનામાં તેમની સાથે ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન સમયના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ તથા દિગવિજય સામેલ છે. નામ ન આપવાની શરતે, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “તે (આસારામ) તમામ પક્ષોમાં રાજકીય અનુયાયીઓ ધરાવે છે. કમલનાથ તેમના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. જોકે, તેઓ ભાજપના નેતાઓની નજીક હતા.
આસારામને 2008 બાદથી ગંભીર પડકારોનો સામનો કરવો પડ્યો છે, જ્યારે તેના ટ્રસ્ટ દ્વારા સંચાલિત રહેણાંક ગુરુકુલમાં ભણતા બે સગીર છોકરાઓ 3 જુલાઈ, 2008 ના રોજ ગુમ થયા હતા. તેમના મૃતદેહ બે દિવસ પછી સાબરમતી નદીના કિનારેથી મળી આવ્યા હતા. આ ઘટના પછી ગોડમેન અને તેના આશ્રમ વિરુદ્ધ ભારે જનઆંદોલન થયું હતું. બંને છોકરાઓ પિતરાઈ ભાઈ હતા અને તેમના માતા-પિતાનો આરોપ છે કે તેમના પુત્રો આશ્રમમાં ડાકણનો શિકાર બન્યા હતા.
સમગ્ર પ્રકરણમાં ઘણા દિવસો સુધી જનતાનો વિરોધ ચાલ્યો હતો. આ બાદ ગુજરાત સરકારે બે છોકરાઓ કયા સંજોગોમાં ગુમ થયા તેની તપાસ કરવા માટે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ડીકે ત્રિવેદીની અધ્યક્ષતામાં ન્યાયિક પંચની નિમણૂક કરી હતી.
આસારામ તેમના અમદાવાદ ખાતેના આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય વાર્ષિક ઉજવણી માટે જાણીતા હતા. 18 જુલાઈએ 2008માં ગુરુ પૂર્ણિમાં ઉત્સવ દરમિયાન તેમની સામે વિરોધ ચરમસીમાએ હતો. આ વિરોધ ઇવેન્ટને કવર કરવા માટે ભેગા થયેલા સંવાદદાતાઓ પર આશ્રમના કેદીઓએ હુમલો કરતા હિંસક બન્યો હતો.
વિરોધને પગલે પોલીસે આશ્રમના 7 લોકો સામે લાપરવાહીના કારણે 2008માં બંને બાળકોના ગુમ થવા મામલે કેસ દાખલ કર્યો હતો. જેઓ ગુરુકુલ સાથે સંકળાયેલા હતા. જ્યાંથી બે છોકરાઓ ગુમ થયા હતા. દરમિયાન, બંને છોકરાઓના માતા-પિતા આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. વર્ષ 2019માં ડીકે ત્રિવેદી કમિશને તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો, જેમાં આસારામને આ મામલે ક્લીનચીટ આપવામાં આવી હતી.
જો કે આસારામની મુશ્કેલીમાં વધારો વર્ષ 2013માં થયો હતો. જ્યારે તેની વિરુદ્ધ જોધપુર અને ગાંધીનગરમાં બે દુષ્કર્મના કેસ નોંધવામાં આવ્યા હતા. આસારામનો પુત્ર નારાયણ સાંઇ સામે પણ આ પ્રકારના કેસોમાં સંડોવાયેલો હોવાથી કેસ દાખલ હતો. દેશના જુદા જુદા ભાગોમાં ચાલી રહેલા બળાત્કારના કેસોમાં ઘણા સાક્ષીઓ મૃત મળી આવ્યા હતા. તેમાંથી એક, અમૃત પ્રજાપતિની વર્ષ 2014માં રાજકોટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, કથિત રીતે સ્વ-શૈલીના ગોડમેનના અનુયાયીઓમાંથી એકે કરી હોવાનો ખુલાસો થયો હતો.