scorecardresearch

ભાવનગર: સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં PM નરેન્દ્ર મોદી આપશે હાજરી, પિતા વિહોણી 552 કન્યાઓનું થશે કન્યાદાન

Bhavnagar group marriage ceremony : ભાવનગર ખાતે 6 નવેમ્બરે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં પીએમ મોદી (PM Narendra Modi) હાજરી આપશે, ઉદ્યોગપતિ સુરેશ લાખાણી (Suresh Lakhani) દ્વારા 552 પિતા વિહોણી કન્યાઓને કન્યાદાન કરવામાં આવશે. તૈયારીઓ શરૂ.

ભાવનગર: સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં PM નરેન્દ્ર મોદી આપશે હાજરી, પિતા વિહોણી 552 કન્યાઓનું થશે કન્યાદાન
ભાવનગર સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ

ભાવનગરમાં પિતા વિહોણી કન્યાઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. મારૂતિ ઈમ્પેક્ષ પરીવાર ભાવનગર સુરત મુંબઈ બેલ્જિયમ સહિત વિશ્વના અનેક દેશોમાં ડાયમંડનો બહોળો બિઝનેસ ધરાવતા ભાવનગર જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિ સુરેશ લાખાણી દ્વારા આગામી તા.6 નવેમ્બરે પિતા વિહોણી 552 સર્વજ્ઞાતિય કન્યાઓનુ કન્યાદાન કરશે, આ સમૂહ લગ્નોત્સવમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યપાલ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કોણ છે 552 કન્યાનું કન્યાદાન કરનાર દાનવીર

પ્રાપ્ત માહિતી અનુસાર, હીરા ઉદ્યોગ ક્ષેત્રે જૂનું અને જાણીતું નામ એવાં લખાણી જેમ્સ મારૂતિ ઈમ્પેક્ષ સહિત અલગ અલગ બેનર હેઠળ વિશ્વભરમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ભાવનગરનો ડંકો વગાડનાર જાણીતા ઉદ્યોગપતિ સુરેશ લખાણી ઉર્ફે સુરેશ ભોજપરા તેમના મોટાભાઈ સહિતનાં પરીવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક ક્ષેત્રે સેવાઓનો સુંદર શમિયાણો ચલાવવામાં આવી રહ્યો છે અને દર વર્ષે આર્થિક રીતે પછાત તથા મા-બાપ વિહોણી કન્યાઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી સાંપ્રતસમાજમા પોતાનું ઉત્તર દાઈત્વ બખૂબી નિભાવી રહ્યાં છે.

(ફોટો ક્રેડિટ – નીતિન ગોહેલ)

6 નવેમ્બરે સમૂહલગ્ન – પીએમ મોદી આપશે હાજરી

ત્યારે આ વર્ષે ભાવનગર શહેરના જવાહરમેદાન ખાતે આગામી તા.6 નવેમ્બરે યોજાનાર ભવ્યતિભવ્ય લગ્નોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર તેમજ રાજ્યપાલ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તથા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતનાઓ સાથે ઉદ્યોગ જગતના માંધાતાઓ ઉપસ્થિત રહી કન્યાઓને આશીર્વાદ પાઠવશે.

(ફોટો ક્રેડિટ – નીતિન ગોહેલ)

આ પણ વાંચોમોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પાડોશી મિત્રોની કરૂણ કહાની: પ્રિયંકા અને અરશદનો મૃતદેહ આંગળી પકડેલી હાલતમાં મળ્યો

(ફોટો ક્રેડિટ – નીતિન ગોહેલ)

સુરક્ષા વ્યવસ્થા શરૂ – વિદેશથી પણ આવશે મહેમાનો

વડાપ્રધાન સહિતના મહાનુભાવોના આગમનને પગલે શહેરમાં નેશનલ સિક્યોરિટીના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા નો મોરચો સંભાળી લીધો છે તેમજ જવાહરમેદાન ખાતે તડામાર તૈયારીઓ ને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમૂહલગ્નોત્સવમા રાજ્ય સાથોસાથ પરપ્રાંત અને વિદેશથી પણ મહેમાનો ઉપસ્થિત રહેશે સમગ્ર કાર્યક્રમ ને લઈને મારૂતિ ઈમ્પેક્ષ પરીવાર તથા રત્નકલાકારોની ટીમ દ્વારા તમામ મોરચે સેવાઓ સંભાળવામાં આવી રહી છે.

Web Title: Bhavnagar pm narendra modi present group marriage ceremony suresh lakhani fatherless girls married

Best of Express