ગુજરાત હાઈકોર્ટે બળાત્કારના દોષિત આસારામને છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ નિર્ણય તેમની તબીબી સ્થિતિ અને તબીબી સારવારના અધિકારને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 86 વર્ષીય આસારામ હૃદય રોગથી પીડાય છે.
આસારામના પક્ષે દલીલ કરી હતી કે જોધપુર કોર્ટે આસારામને છ મહિનાના જામીન આપ્યા છે કારણ કે તેઓ હૃદય રોગથી પીડાય છે. આસારામ 86 વર્ષના છે અને તેમને તબીબી સારવારનો અધિકાર છે. જો અપીલની સુનાવણી છ મહિનાની અંદર પૂર્ણ ના થાય તો તેઓ ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.
જોધપુર હાઈકોર્ટનો નિર્ણય
કોર્ટે જણાવ્યું હતું કે જોધપુર હાઈકોર્ટે આસારામની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપ્યા હતા, અને તેથી ગુજરાત હાઈકોર્ટ અલગ વલણ અપનાવી શકતી નથી. જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારે છે, તો ગુજરાત સરકાર પણ તેમ કરી શકશે.
સરકારે જણાવ્યું હતું કે જો જોધપુર જેલમાં પૂરતી તબીબી સુવિધાઓનો અભાવ હોય તો તેમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરી શકાય છે.
આસારામના વકીલનો પક્ષ
પીડિતના વકીલનો દલીલ છે કે આવી પરિસ્થિતિઓમાં પણ આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર અને અન્ય સ્થળોએ પ્રવાસ કરતા રહ્યા છે. તેમણે ક્યારેય હોસ્પિટલમાં લાંબા ગાળાની સારવાર લીધી નથી. તેઓ ઋષિકેશથી મહારાષ્ટ્ર ગયા છે. જોધપુરમાં આયુર્વેદિક સારવાર ચાલુ છે અને તેમને કોઈ ફરિયાદ નથી.
આ પણ વાંચો: અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફાઇનલની યજમાની માટે શોર્ટલિસ્ટ
રાજસ્થાનની જોધપુર કોર્ટે 25 એપ્રિલ, 2018 ના રોજ આસારામને સગીર છોકરી પર બળાત્કાર અને જાતીય શોષણના દોષી ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારી હતી. તેમને ભારતીય દંડ સંહિતા (IPC) અને POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ જેલમાં છે.





