scorecardresearch

બિલકિસ બાનો કેસ: ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને 11 દોષિતોને મૂક્ત કરવાનું જણાવ્યું કારણ

Bilkis bano case: રમખાણો દરમિયાન 3 માર્ચ 2002એ દાહોદના લીમખેડા તાલુકામાં બિલકિસ બનો સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો. આ સિવાય બિલકિસ બાનોના પરિવારના 14 લોકો ભીડ દ્વારા મારવામાં આવ્યા હતા. તેમાંથી 6ના મૃત શરીર આજ દિવસ સુધી મળ્યા નથી.

બિલકિસ બાનો કેસ: ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને 11 દોષિતોને મૂક્ત કરવાનું જણાવ્યું કારણ
મુક્ત કરાયેલા દોષિતોની ફાઈલ તસવીર

Bilkis Bano Latest News: ગુજરાતમાં બીલકિસ બનો સામુહિક બળાત્કાર મામલેમાં ઉમરકેદની સજા થયેલા 11 દોષિતોને મુક્ત કરવા પર ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું હતું. રાજ્ય સરકારનું કહેવું છે કે આ લોકોનો વ્યવહાર સારો હતો, તેથી તેમને મુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ દોષિતો ગોધરા પેટા જેલમાં કેદ હતા. રાજ્ય સરકારની ક્ષમતા નીતિ હેઠળ દોષિતોની મુક્તિ થઇ છે.

11 દોષીઓની મુક્તિ પર ગુજરાત સરકારે કહ્યું કે દોષીઓને જેલમાં આજીવનની સજામાં 14 વર્ષ જેલમાં ગુજાર્યા પછી મુક્તિ અપાઈ છે. આ દરમિયાન તેઓનો વ્યવહાર સારો જોવા મળ્યો હતો. ગુજરાત સરકારે કહ્યું કે આ બાબતમાં ત્રીજી પાર્ટી કેસ ફાઇલ કરી શકતી નથી. એમાં સુભાષિણી અલીને કોઈ લાગેવળગે નહી. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી રાજકારણનો એક ભાગ ને ષડયંત્ર છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની મંજૂરી પછી 10 ઓગષ્ટ 2022એ દોષિતોને મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જો કે આ મુક્તિની મંજૂરી વિરુદ્ધ થયેલી અરજીમાં અરજદારોનું કેહવું હતું કે દોષીઓને ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ના અવસર પર જ સજા આપવામાં આવી હતી. તો બીજી તરફ સરકારે કહ્યું કે આ તર્ક ખોટો છે.

શું હતો મામલો?

27 ફેબ્રુઆરી 2002એ ગુજરાતના ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના બની હતી. તેના પછી રાજ્યના ઘણા ભાગોમાં આક્રોશ દેખાયો હતો અને રમખાણો શરૂ થયા હતા. રમખાણો દરમિયાન 3 માર્ચ 2002એ દાહોદના લીમખેડા તાલુકામાં બિલકિસ બનો સાથે સામુહિક બળાત્કાર થયો હતો. આ સિવાય બિલકિસ બાનોના પરિવારના 14 લોકોને ભીડ દ્વારા મારવામાં આવ્યા હતા. તેમાંથી 6ના મૃત શરીર આજ સુધી મળ્યા નથી. 21 જાન્યુઆરી 2008માં CBIની વિશેષ અદાલતે આ કેસમાં 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી.

જાહેર કરાયેલા લોકોના નામ

જે લોકોને મુક્ત કર્યા હતા તેમાં ગોવિંદ નાઈ, કેસર વોહનિયા, રાધેશ્યામ શાહ, જસવંત નાઈ, બાકા વોહાનિયા, શૈલેષ ભટ્ટ, બિપિન જોશી, રાજુ સોની, રમેશ ચંદના, પ્રદીપ મોઢીયા અને મિતેષ ભટ્ટના નામ શામેલ છે.

Web Title: Bilkis bano case rape gujarat state government 14 culprits

Best of Express