Bilkis Bano Case : બિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિયોએ ખટખટાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, સરેન્ડર કરવા માટે માંગ્યો સમય

bilkis Bano Case, supreme court : દોષિતોના વકીલે તાકીદની સુનાવણી માટે તેમની અરજીનો ઉલ્લેખ કર્યા પછી સુપ્રીમ કોર્ટ તેમની અરજીને સૂચિબદ્ધ કરવા સંમત થઈ હતી.

Written by Ankit Patel
January 18, 2024 12:45 IST
Bilkis Bano Case : બિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિયોએ ખટખટાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, સરેન્ડર કરવા માટે માંગ્યો સમય
બિલકીસ બાનો કેસ - (ફાઇલ ફોટો)

Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસના 11 દોષિતોમાંથી ત્રણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ત્રણેય દોષિતોએ જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે સમય વધારવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. દોષિતોના વકીલે તાકીદની સુનાવણી માટે તેમની અરજીનો ઉલ્લેખ કર્યા પછી સુપ્રીમ કોર્ટ તેમની અરજીને સૂચિબદ્ધ કરવા સંમત થઈ હતી. કારણ કે 21 જાન્યુઆરીએ આત્મસમર્પણ કરવાનો સમય સમાપ્ત થઈ રહ્યો હતો.

11માંથી ત્રણ દોષિતોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણની અવધિ વધારવાની માંગ કરી છે. ગોવિંદ નાઈએ કોર્ટ પાસે 4 અઠવાડિયાના એક્સટેન્શનની માંગણી કરી છે જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ 6 અઠવાડિયાના એક્સટેન્શનની માંગ કરી છે. આ ગુનેગારોએ અંગત કારણો ટાંક્યા છે.

ગુજરાતના હાઈપ્રોફાઈલ બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરી 2024ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરથનાની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે સપ્તાહની અંદર સરેન્ડર કરવા માટે કહ્યું હતું.

શું છે સમગ્ર મામલો

2002માં ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ પછી ગુજરાતમાં તોફાનો ફેલાઈ ગયા. આ રમખાણોની ઝપેટમાં બિલ્કીસ બાનોનો પરિવાર પણ આવી ગયો. બિલ્કીસ બાનો પર માર્ચ 2002માં ટોળાએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલ્કીસ બાનો 21 વર્ષની હતી અને તે 5 મહિનાની ગર્ભવતી હતી.આ કેસમાં 11 ગુનેગારોએ તેની ત્રણ વર્ષની પુત્રી સહિત તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરી હતી. જ્યારે બાકીના છ સભ્યો નાસી ગયા હતા.

આ કેસમાં સીબીઆઈ કોર્ટે 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમજ આજીવન કેદની સજા ફટકારી છે. દોષિતોમાંથી એકે ગુજરાત હાઈકોર્ટમાં માફીની નીતિ હેઠળ મુક્તિની માગણી કરતી અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી. આ પછી દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. મે 2022માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું હતું. આ પછી ગુજરાત સરકારે રિલીઝનો નિર્ણય લીધો હતો. સમિતિની ભલામણ પર ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા.

તેમાં જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોષી, કેસરભાઈ વહોનિયા, પ્રદીપ મોરદહિયા, બકાભાઈ વહોનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાનો સમાવેશ થતો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે મુક્તિનો નિર્ણય રદ કર્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ