scorecardresearch

બિલકિસ બાનો કેસ : બે દોષિતો સામે પેરોલ દરમિયાન પોલીસે નોંધ્યો હતો કેસ

Bilkis Bano Case: દાહોદના એસપીએ બિલકિસ બાનો ગેંગરેપ મામલામાં 11માંથી 10 દોષિતોની રિહાઇ વિશે પોઝિટિવ મત ભલે આપ્યો હોય પણ રેકોર્ડ બતાવે છે કે બે દોષિતો 58 વર્ષીય રમેશ ચંદના અને 57 વર્ષીય મિતેશ ભટ્ટ સામે જેલવાસ દરમિયાન ગુનો નોંધવામાં આવ્યો હતો

બિલકિસ બાનો કેસ : બે દોષિતો સામે પેરોલ દરમિયાન પોલીસે નોંધ્યો હતો કેસ
બિલકિસ બાનો મામલાના દોષિતો સામે કાર્યવાહીની માંગને લઇને લખનઉમાં પ્રદર્શન કરતા સામાજિક કાર્યકર્તા. (Photo- Indian Express File)

Bilkis Bano Case:દાહોદના એસપીએ બિલકિસ બાનો ગેંગરેપ મામલામાં 11માંથી 10 દોષિતોની રિહાઇ વિશે પોઝિટિવ મત ભલે આપ્યો હોય પણ રેકોર્ડ બતાવે છે કે બે દોષિતો 58 વર્ષીય રમેશ ચંદના અને 57 વર્ષીય મિતેશ ભટ્ટ સામે જેલવાસ દરમિયાન ગુનો નોંધવામાં આવ્યો હતો. મિતેશ પર એક મહિલાનો શીલ ભંગ કરવાના ઇરાદાથી તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

25 મે 2022ના રોજ મિતેશની જલ્દી રિહાઇ પર પોતાની સલાહ આપતા દાહોદના તત્કાલિન એસપી બલરામ મીણાએ દાહોદના જિલ્લા કલેક્ટર હર્ષિત ગોસાવીને લખેલા પત્રમાં કહ્યું હતું કે મિતેશ સામે 19 જૂન 2020ની એક ઘટનાથી સંબંધિત રંધિકપુર સ્ટેશનમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો.

પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કેસ કલમ 354 (જે કોઇપણ મહિલા પર હુમલો કરે છે કે આપરાધિક બળનો ઉપયોગ કરે છે, તેનું અપમાન કરવાનો ઇરાદો રાખે છે), 504 (શાંતિ ભંગને ભડકાવવાના ઇરાદાથી જાણી જોઈને કરવામાં આવેલ અપમાન), 506 (2) (ઉત્તેજિત આપરાધિક ધમકી) અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની 114 (ઉફસાવવું) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – બિલકિસ બાનો કેસઃ 11 દોષિઓ મુક્તિ પહેલા 1000 દિવસથી વધારે સમય જેલમાંથી બહાર હતા

પત્રની સૂચના પ્રમાણે આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. મામલો કાર્ટ સમક્ષ લંબિત હતો અને ભવિષ્યમાં એ ગેરન્ટી આપે છે કે આરોપી આ મામલામાં કોર્ટના કોઇ પણ ભવિષ્યના નિર્ણયને બનાવી રાખવા માટે સહમત છે.

ચંદના સામે 2015માં જેલ અધિનિયમ 51 (એ) અને 51 (બી) અંતર્ગત લેટથી આત્મસમર્પણ માટે એક મામલો નોંધવામાં આવ્યો હતો. જોકે 7 માર્ચ 2022ના પત્રમાં દાહોદના એસપી હિતેશ જોયસરે કહ્યું કે જો સમય પહેલા છોડી મુકવામાં આવે તો કોઇ આપત્તિ નથી. વિશેષ રુપથી ચંદનાએ 11 વખત રજા લીધી હતી. તેણે 2015માં 122 દિવસ લેટ આત્મસમર્પણ સાથે ત્રણ વખત આવું કર્યું હતું.

Web Title: Bilkis bano convict accused of outraging modesty while out on parole

Best of Express