સોહિની ઘોષઃ ગુજરાતમાં 2002માં થયેલા ગોધરા કાંડ દરમિયાન બિલકિસ બાનો ઉપર સામુહિક દુષ્કર્મના 11 દોષિઓને ગુજરાત સરકારે સારા વ્યવહારને ધ્યાનમાં રાખીને મુક્તિ આપી છે. આ અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ રજુ કર્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે આ એફિડેવિટને યોગ્ય ગણાવ્યું ન્હોતું. બીજી તરફ આ સરકારના રજૂ કરેલા આ એફિડેવિટમાં અનેક ખુલાસાઓ પણ થયા હતા. ત્યારે આ કેસમાં વધું એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બિલકિસ બાનો કેસમાં આજીવન કેદની સજા કાપતા દોષિએ પેરોલના સમય દરમિયાન મહિલાની છેડતી કરી હોવાનો આરોપ છે. આ આરોપ હેઠળ દોષિ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. 57 વર્ષીય મિતેશ ભટ્ટ ઉપર આ આરોપ લગાવવામાં આવ્યો છે.
25 મે 2022ના રોજ મિતેશની મુક્તિ સમયે પોતાનો મત આપતા દાહોદના તત્કાલિન એસપી બલરામ મીણાએ દાહોદના જિલ્લા કલેક્ટર હર્ષિત ગોસાવીને સંબોધતો એક પત્ર લખ્યો હતો. પોતાના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે મિતેશ સામે રંધિકપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો. જે 19 જૂન 2020ની એક ઘટના સંબંધિત હતો. પત્રમાં લખ્યું હતું કે, ફરિયાદ કલમ 354 અંતર્ગત હેઠળ કરવામાં આવી હતી. આ ઉપરાંત 504, 506 (2) અને ભારતીય દંડ સંહિતાની કલમ 114 પણ નોંધવામાં આવી હતી.
ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી એ કમ્યુનિકેશનમાં નોંધવામાં આવ્યું અને આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. ભવિષ્યમાં એ (એસઆઈસી) ગેરંટી આપે છે કે આરોપી આ મામલામાં માનનીય ન્યાયાલય દ્વારા આપવામાં આવનાર ભવિષ્યના નિર્ણયનું પાલન કરવા માટે સહમત છે. મિતેશે વચન આપ્યું હતું કે મામલામાં કોર્ટના નિર્ણયનું પાલન કરશે. જેને ધ્યાનમાં રાખીને દાહોદના એસપીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના નિયમો અનુસાર કેદીની સમયપૂર્વ મુક્તિ માટે કોઈ વાંધો ન હોવાનું નિષ્કર્ષ કર્યું હતું.
આ પણ વાંચોઃ- બિલકિસ બાનો કેસઃ 11 દોષિઓ મુક્તિ પહેલા 1000 દિવસથી વધારે સમય જેલમાંથી બહાર હતા
ચંદના વિરુદ્ધ 2015માં જેલ અધિનિયમ 15 (એ) અને 51 (બી) અંતર્ગત આત્મસમર્પણ માટે એક મામલો નોંધવામાં આવ્યો હતો. ચંદનાએ 11 વખત છુટ્ટી લીધી હતી. તેમણે 2015માં 122 દિવસ મોડા આત્મસમર્પણ કર્યું હતું. આવું તેમણે ત્રણ વખત કર્યું હતું.
અકાળે મુક્તિ માટેની 11 અરજીઓના સંદર્ભમાં, 7 માર્ચ, 2022ના રોજ તત્કાલિન એસપી (દાહોદ) હિતેશ જોયસર દ્વારા નવ અરજીઓ પર અભિપ્રાયો આપવામાં આવ્યા હતા. 25 મે, 2022ના રોજ એક અરજીનો અભિપ્રાય તત્કાલિન એસપી (દાહોદ) બલરામ મીણા દ્વારા કરવામાં આવ્યો હતો અને રાધેશ્યામ શાહની અરજી પર 3 ફેબ્રુઆરી, 2020ના રોજ તત્કાલિન એસપી કલ્પેશ ચાવડાએ અભિપ્રાય આપ્યો હતો.
આ પણ વાંચોઃ- બિલકિસ બાનો કેસઃ સુપ્રીમ કોર્ટને યોગ્ય ન લાગ્યો ગુજરાત સરકારનો જવાબ, 11 દોષિયોની મુક્તિ પર શું કહ્યું?
નોંધનીય રીતે, રાધેશ્યામની વહેલી મુક્તિ માટેની અરજીના સંદર્ભમાં જ એસપી દાહોદની ઓફિસે બિલકીસ બાનો અને તેના પરિવાર પાસેથી અભિપ્રાય માંગ્યો હતો, જ્યારે અન્ય 10 લોકોના કિસ્સામાં એવો કોઈ અભિપ્રાય માંગવામાં આવ્યો હોવાનું રેકોર્ડ્સ દર્શાવાયું નથી.