ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જામનગર ઉત્તર સીટ માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ઉમેદવાર જાહેર, કોણ છે રિવાબા જાડેજા?

Ravindra Jadeja wife Rivaba Jadeja: આ ચૂંટણી જંગમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ સામેલ છે. ત્રણ વર્ષ પહેલા બીજેપીમાં જોડાનાર રિવાબા અત્યારે ચર્ચામાં રહ્યા છે.

Written by Ankit Patel
Updated : November 10, 2022 21:26 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જામનગર ઉત્તર સીટ માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ઉમેદવાર જાહેર, કોણ છે રિવાબા જાડેજા?
રિવાબાની ફાઈલ તસવીર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પવન ગુજરાતમાં જોરદાર ફૂંકાઈ રહ્યો છે. બીજેપીના તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાત ચૂંટણીમાં પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આ ચૂંટણી જંગમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ સામેલ છે. ત્રણ વર્ષ પહેલા બીજેપીમાં જોડાનાર રિવાબા અત્યારે ચર્ચામાં રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પહેલી યાદી જાહેર કરી છે. વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક માટે ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે.

કોણ છે રિવાબા જાડેજા?

રિવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.

કરણી સેનામાં પણ રહ્યા છે સક્રિય

રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારથી બીજેપીના તમામ કાર્યક્રમોમાં મંચ ઉપર નજર આવી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રિવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે જ્યારે જામનગરમાં ઘર છે. જ્યારે રિવાબાએ ભાજપ જોઈન કર્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે રિવાબા ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવું એક સારો ફાયદો થઈ શકે છે.

રવિન્દ્ર જાડેજાના બહેન પણ રાજનીતિમાં છે

રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા અને બહેન નૈના બહેન પણ રાજનીતિમાં છે. નૈતા બા જામનગરમાં મહિલા કોંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા ત્યારથી તેમની માતાનું નિધન થયું હતું. ત્યારબાદ બહેન નૈનાએ તેમની જવાબદારી સંભાળી હતી અને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી હતી.

ક્યારે છે ગુજરાતની ચૂંટણી?

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થવા જઈ રહી છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ દિવસે જ હિમાચલ પ્રદેશ વિધાનભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. વર્ષ 2017 ચૂંટણીમાં ભાજપે 99 સીટો જીતી હતી જ્યારે કોંગ્રેસે 77 સીટો મેળવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ