સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવતી સાથે બીજેપીના વોર્ડ નંબર 8ના મહામંત્રી અને તેના દોસ્ત પર ગેંગરેપનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, આરોપી યુવતીને કારમાં બેસાડી સાવલી બીચ પર લઈ ગયા, જ્યાં નશાની ગોળીઓ પીવડાવી હોટલમાં લઈ ગયા અને દુષ્કર્મ આચર્યું. આ મામલે પોલીસે વોર્ડ નંબર 8 ના ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવ સિંહને કસ્ટડીમાં લઈ લીધો છે.
આરોપી અને પીડિતા એક-બીજાને ઓળખતા હતા
એવી પણ જાણકારી સામે આવી છે કે, યુવતી અને યુવક પરિચિત હતા અને તે તેની કારમાં બેસીને સાવલી બીચ ગઈ હતી. રાત્રે યુવતીને તેના ઘરે છોડીને આરોપીઓ ચાલ્યા ગયા હતા. યુવતી પોતાના ઘરે પહોંચીને રડી રહી હતી અને ચાલવામાં પણ તેને મુશ્કેલી પડી રહી હતી. જે બાદ પરિવારજનોએ તેની સાથે પૂછપરછ કરી, ત્યારે યુવતીએ આખી ઘટના જણાવી. આ આખી ઘટના વિશે જાણી પરિવારજનો હેબતાઈ ગયા હતા.
બીચ પર ફર્યા બાદ હોટલમાં લઈ ગયા
યુવતીએ જણાવ્યું કે, તેના પરિચિત આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવ સિંહ રાજપુત, બંને સાથે તે સાવલી બીચ પર ગઈ હતી. બંનેએ તેને નશાની ગોળીઓ આપી હતી. જેના પછી તે હોંશમાં ન હતી. જેના પછી બંને તેને સાવલી બીચથી લઈ જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલી હોટલ ગ્રીનમાં લઈ જઈ તેના પર ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપ કર્યા બાદ તેઓ યુવતીને તેના ઘરે મૂકી ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી નોકરીની તક, અહીં જાણો તમારા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી?
પરિવારે ફરિયાદ નોંધાવી
આખી ઘટના સાંભળ્યા બાદ પરિવાર તાત્કાલિક જહાંગીરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં યુવતીએ પોતાની આપવીતી જણાવી. જેના પછી જહાંગીરપુરા પોલીસે મોડી રાત્રે આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપુતને પકડી કસ્ટડીમાં લઈ લીધા. પકડાયેલા આરોપીઓમાંથી આદિત્ય ઉપાધ્યાય ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના વોર્ડ નંબર 8 ના મહામંત્રીના પદ પર કાર્યરત હતો. પોલીસ દ્વારા કસ્ટડીમાં લીધા બાદ ભારતીય જનતા પાર્ટીએ આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.





