Gujarat High-speed corridor: ગુજરાતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને સરળ બનાવવા માટે રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો વિચાર અપનાવ્યો છે. આ વિઝન હેઠળ અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડને રાજ્યમાં હાઈ-સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા સરસ્વતી નદી પર નવો પુલ બનાવવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટ માટે 145 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
સલામત માર્ગની સુવિધા ઉપલબ્ધ થશે
સરસ્વતી નદી પર હયાત ટુ-લેન પુલ 1959 માં બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ નવો ફોર લેન બ્રિજ જૂના ફોર લેન બ્રિજની જમણી બાજુએ સાંકડા બ્રિજને બદલે 6 લેન રોડની લાઈનમાં બાંધી ટ્રાફિકને હળવો કરવામાં આવશે. આ બ્રિજના નિર્માણથી ઉત્તર ગુજરાતને યોગ્ય માર્ગ માળખાકીય સુવિધા તેમજ ભવિષ્યમાં ઝડપી અને સલામત માર્ગની સુવિધા મળશે. આ બ્રિજના નિર્માણથી ઉત્તર ગુજરાતને યોગ્ય માર્ગ માળખાકીય સુવિધા તેમજ ભવિષ્યમાં ઝડપી અને સલામત માર્ગની સુવિધા મળશે.
આ પણ વાંચો: સાબરડેરીના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું,’દૂધ મંડળીમાં કરોડોના ચેક માત્ર ગુજરાતમાં જ શક્ય’
હાઇ સ્પીડ કોરિડોરનું નિર્માણ
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડને લઈને મોટો નિર્ણય લીધો હતો. તેમણે આ રોડને હાઈ સ્પીડ કોરિડોર હેઠળ વિકસાવવા માટે રૂ. 262.56 કરોડ ફાળવ્યા હતા. આ હાઈસ્પીડ કોરિડોર દ્વારા લોકોને મજબૂત રસ્તાઓ અને સુરક્ષિત પરિવહન સુવિધાઓ મળશે.





