BV Doshi: દેશવિદેશમાં ખ્યાતિ પામેલા ગુજરાતના જાણીતા આર્કિટેક બી.વી.દોશીનું 95 વર્ષની વયે નિધન થયું છે. આર્કિટેક્ચરની દુનિયામાં બીવી દોશી આગવું સ્થાન ધરાવે છે. તેમણે આઈ આઈ એમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદેપુર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી ન્યુ દિલ્હી સહિત અનેક જાણીતી બિલ્ડિંગનની ડિઝાઇન તૈયાર કરી હતી. લાંબા સમયની બીમારીના કારણે તેમનું નિધન થયું હોવાનું કારણભૂત છે. બી.વી. દોશીએ 20મી સદીના બે પ્રખ્યાત આર્કિટેક્ટ, લે કોર્બ્યુઝિયર અને લુઈસ કાહ્ન સાથે કામ કર્યું હતું. બીવી જોશીએ 100 થી વધુ ઇમારતો ડિઝાઇન કરી છે.
બી.વી. દોશીને પદ્મભૂષણ, પદ્મશ્રી, રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક રોયલ ગોલ્ડ મેડલ, પ્રીઝર્કર આર્કિટેક્ચર પ્રાઇઝ જેવા અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ફોર્ચ્યુન ટોપ-50 લીડર્સના લિસ્ટમાં બી.વી. દોશીને સ્થાન મળ્યું હતું. મહાન ચિત્રકાર એમએફ હુસૈન સાથેની મિત્રતાની યાદ આપતી અમદાવાદમાં આવેલી હુસૈન-દોશી ગુફા તેમણા જ માર્ગદર્શનમાં ડિઝાઇન કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલા બાલકૃષ્ણ દોશીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. દોશીએ વર્ષ 1947માં મુંબઈની વિખ્યાત સર જેજે સ્કૂલ ઑફ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો હતો. અમદાવાદની અનેક બિલ્ડિંગો અને ઇમારતનાં બાંધકામ અને કળા-સ્થાપત્યમાં તેમણે મોખરાની ભૂમિકા ભજવી હતી.
એમનાં કળા-સ્થાપત્યોની દેશવિદેશમાં પણ નોંધ લેવાઈ હતી. ગુજરાત સહિત દેશવિદેશને અનેક સન્માનોથી પણ તેમને નવાજવામાં આવ્યા છે. 1950ના દાયકામાં તેમણે ફ્રાન્સ-સ્વિટ્ઝર્લૅન્ડના વિખ્યાત આર્કિટેક્ટ લી કૉરબ્યુસિયર સાથે કામ કર્યું હતું.
ભારતમાં આર્કિટેક્ચર ક્ષેત્રે અવનવા સ્વરૂપોમાં તેમનું અમૂલ્ય યોગદાન છે. અમદાવાદના બી.વી. દોશી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આર્કિટેક્ટ. તેઓ પ્રથમ એવા ભારતીય સ્થપતિ છે કે જેમને આર્કિટેક્ચરનું સૌથી ઊંચું સન્માન પ્રિત્ઝકર પ્રાઇસ મળ્યું છે.
બાલકૃષ્ણ દોશી ભારતીય આર્કિટેક્ચરને સંદર્ભે પ્રશ્ન કરવાનો વારસો આપતા ગયા છે. જે સમયે તેઓ ભારતમાં એક આર્કિટેક્ચર તરીકે કાર્યરત થયા તે સમયે દેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાનું સ્થાન મેળવવાના પ્રયાસમાં હતું. ત્યારે બીવી દોશી પહેલાં ન કર્યું હોય તેવું કંઇક કરવાની તીવ્ર ઇચ્છા હતી. બીવી દોશીમાં એક અલગ જ ઉત્સાહ હતો. જેને પગલે એ સમયના આર્કિટેક્ચરની કલ્પનાઓને તેમને ખુબ આકર્ષિત કર્યા હતા. સંસ્થાનું નિર્માણ અને ટાઉન પ્લાનિંગ એ એવા જોડાણો હતા જેણે ઘણા સ્થાપત્ય સીમાચિહ્નોને જન્મ આપ્યો હતો.
દરમિયાન, દોશી એક સાંસ્કૃતિક કેન્દ્રની શોધમાં હતા. જે દેશભરમાં તેમની 100થી વધુ ઇમારતોનો આધારસ્તંભ છે. સહાનુભૂતિના મૂલ્યો અને માનવતાવાદી અભિગમ, સમુદાયની ભાવના અને તેમજ એ વિશ્વવાસ કે ઇમારતો સજીવ જીવ છે. ઇંટ અને મોર્ટારથી વધુ દોશીના કામને અનોખું બનાવે છે.
જીવન વીમા કોર્પોરેશન (LIC) આવાસ, અમદાવાદ (1973)માં, બી.વી.દોશીએ મિશ્રિત આયુવાળા બે બેડરૂમ આવાસ માટે તેમનો તર્ક આપ્યો હતો. આ આવાસ ઉપર 400 વર્ગ ફૂટનું ઘર હતું. બી.વી.દોશીએ તેમના આઇડિયાને ઈંદોર (1989) માં અરણ્ય સામુદાયિક આવાસમાં વિસ્તર્યો હતો. તે સમયે, સરકારી આવાસ પ્લિંથ અને ગ્રિડ-પ્રારૂપમાં હતું. ત્યારે બી.વી.દોશીએ એક કિટ ઓફ પાર્ટસ ડિઝાઇન કરી હતી. જેમાં બારી, રેલિંગ તેમજ બાલકનિનો સમાવેશ થાય છે. જેને પગલે લોકો પોતાની મર્જીથી તેના ઘરોનું પુનર્ગઠન કરી શકે. તેઓએ સરકાર અને રીયલ એસ્ટેટ ઉધોગને જગાડ્યો. આ પછી બી.વી.દોશીની આ ડિઝાઇન એક પ્રક્રિયા બની ગઇ.