scorecardresearch

ટીવી ચેનલના ભાવ વધારા સામે ગુજરાતમાં કેબલ ઓપરેટરોએ ખખડાવ્યો હાઈકોર્ટનો દરવાજો

Gujarat Cable operators : ગુજરાતના કેબલ ઓપરેટર્સ પેઈડ ચેનલ્સના ભાવ વધારાને લઈ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના શરણે ગયા, એસોસિએશનના પ્રમુખ પ્રમોદ પંડ્યા (Pramod Pandya) એ જણાવ્યું હતું કે, “અમે પહેલાથી જ DTH અને OTT પ્લેટફોર્મને કારણે અમારા બિઝનેસમાં 40 ટકા નુકશાન કરી રહ્યા છીએ, ભાવ વધશે તો વધુ ગ્રાહકો અમને છોડી દેશે અને અમને નુકશાન વધશે.

ટીવી ચેનલના ભાવ વધારા સામે ગુજરાતમાં કેબલ ઓપરેટરોએ ખખડાવ્યો હાઈકોર્ટનો દરવાજો
ગુજરાત હાઈકોર્ટ

Gujarat Cable operators : કેબલ ઓપરેટર્સ એસોસિએશન ઓફ ગુજરાતે સોમવારે જણાવ્યું હતું કે, ઝી, સોની અને સ્ટાર સહિતના બ્રોડકાસ્ટર્સ દ્વારા પેઇડ ચેનલોના ભાવમાં 60-70 ટકાના વધારાને પગલે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી છે.

એસોસિએશનના પ્રમુખ પ્રમોદ પંડ્યાએ જણાવ્યું હતું કે, “અમે પહેલાથી જ DTH અને OTT પ્લેટફોર્મને કારણે અમારા બિઝનેસમાં 40 ટકા નુકશાન કરી રહ્યા છીએ. કેબલ ટીવી પ્લેટફોર્મ દ્વારા બતાવવામાં આવતી ચેનલોના ભાવમાં કોઈપણ વધારો અમારા વ્યવસાયને વધુ નુકસાન પહોંચાડશે કારણ કે, અમારા સબ્સ્ક્રાઇબર્સ DTH અને OTT પ્લેટફોર્મ પર સ્થળાંતર કરી રહ્યા છે અને કરશે. કેબલ ઓપરેટરોને વ્યવસાયમાંથી દૂર કરવાનો આ એક પરોક્ષ માર્ગ છે.”

પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાવવધારા પછી, ચેનલોના મૂળભૂત પેકેજ જેની કિંમત હાલમાં રૂ. 400 છે, તે વધીને રૂ. 600 કે તેથી વધુ થઈ જશે. “જો અમે કિંમતો વધારીશું, તો વધુ ગ્રાહકો અમને છોડી દેશે.”

પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેબલ ઓપરેટરો પાસે હાલમાં 50 લાખ ઘરોમાં ગ્રાહકોનો આધાર છે, જ્યારે DTH અને OTT પ્લેટફોર્મ્સ પાસે 20 લાખ પરિવારો છે. પંડ્યાએ જણાવ્યું હતું કે, ઝી, સોની અને સ્ટાર જેવી ચેનલ્સોએ બ્રોડકાસ્ટર્સે કેબલ ઓપરેટરોને તેમના ફીડમાં કાપ મૂક્યો છે. “તે મનસ્વી સિવાય બીજું કંઈ નથી. તેઓ અમને વધારાની કિંમતો સાથે નવા કરારો સ્વીકારવા દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

અગાઉ, બ્રોડકાસ્ટર્સે ટ્રાઈ દ્વારા જારી કરાયેલા નવા ટેરિફ ઓર્ડર 3.0 માટે રેફરન્સ ઈન્ટરકનેક્ટ ઓફર (RIO) પર હસ્તાક્ષર કરવા માટે કેબલ ઓપરેટરોને નોટિસ પાઠવી હતી. કેબલ ઓપરેટરોએ આદેશનું ધ્યાન ન રાખ્યું, જેના કારણે કેટલાક બ્રોડકાસ્ટર્સ દ્વારા સિગ્નલનું જોડાણ તૂટી ગયું. પંડ્યાએ જણાવ્યું હતું કે, “આ મુદ્દો માત્ર પેઇડ ચેનલોનો છે, આમાં અન્ય 200 ચેનલોની વાત નથી જે હાલમાં મફત પ્રસારિત થાય છે.”

એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે, અરજી 1 માર્ચે સુનાવણી માટે આવે તેવી અપેક્ષા છે.

આ દરમિયાન, ભારતમાં ટેલિવિઝન પ્રસારણકર્તાઓની સંસ્થા ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશને સોમવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, કેબલ ઓપરેટરો માત્ર “જાહેર સહાનુભૂતિ મેળવવા” પ્રયાસ કરી રહ્યા છે અને 90 ટકા વિતરણ પ્લેટફોર્મ ઓપરેટરોએ નવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ પણ વાંચોGujarat Heat Wave : ગુજરાતમાં ગરમીએ ફેબ્રુઆરીમાં જ લગભગ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું

નિવેદન વધુ જણાવવામાં આવ્યું કે, “નવી કિંમત નિર્ધારણ વ્યવસ્થા હેઠળ, સબ્સ્ક્રાઇબર પાસે એક ચેનલ અથવા ચેનલોનો બુકે પસંદ કરવાનો વિકલ્પ છે. કોઈ પણ ચેનલને બુકેમાં સામેલ કરવા માટે મહત્તમ માસિક સબ્સ્ક્રિપ્શન ફી રૂ.19/- છે, જે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની કિંમત કરતાં ઘણી ઓછી છે. એઆઈડીસીએફ (ઓલ ઈન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશન) દ્વારા ભાવવધારા પર ગ્રાહકની લાગણી જગાડવાનો પ્રયાસ, ગ્રાહક બિલના હિસ્સાને વધારવાના તેમના પ્રયાસને નકારી કાઢે છે જે ફક્ત AIDCF સભ્યોને જ જાય છે, એટલે કે નેટવર્ક ક્ષમતા ફી (NCF).

આ પણ વાંચોGujarat Heat Wave : ગુજરાતમાં ગરમીએ ફેબ્રુઆરીમાં જ લગભગ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું

શું છે પૂરો મામલો સમજીએ

કેબલ ઓપરેટર એસોસિએશનના પ્રમુખ પ્રમોદ પંડ્યાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીને જણાવ્યું કે, જે તે સમયે ટ્રાય દ્વારા ગ્રાહકોને વધારેમાં વધારે ફાયદો થાય તે માટે ટીવી ચેનલો અને ઓપરેટરો માટે દિશાનિર્દેશ નક્કી કર્યા હતા, પરંતુ પેઈડ ટીવી બ્રોડકાસ્ટર્સ દ્વારા પેઈડ ચેનલ્સના ભાવ વધારાથી ગ્રાહકોને જે હાલ 400 રૂપિયામાં ચેનલ્સનું બુકે મળે છે, તે 600 રૂપિયા થઈ જશે, જેથી ગ્રાહકોને 200 રૂપિયા વધારે ચૂકવવા પડશે, જેથી ગ્રાહકો ઓટીટી અને ડીટીએચ તરફ વળી જશે, આનાથી કેબલ ઓપરેટર્સને નુકશાન થશે અને જે ગ્રાહકો કેબલ ઓપરેટર્સ સાથે જોડાયેલા રહેશે તેમને પણ ચેનલ્સ જોવી મોંઘી પડશે. આ ભાવ વધારાથી પૂરો ફાયદો પેઈડ ટીવી ચેનલ્સ બ્રોડકાસ્ટર્સને થશે કારણ કે, તેઓ પોતે ડીટીએચ અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. આ માત્ર લોકોને ઓટીટી તરફ વધુને વધુ લઈ જવાનું ષડયંત્ર છે, જેનો અમને વિરોધ છે, અને આ માટે અમે ન્યાય માટે હાઈકોર્ટમાં અરજી કરવા મજબૂર થયા છીએ.

Web Title: Cable operators in gujarat filed petition gujarat high court against increase in tv channel prices

Best of Express