VIDEO: સુરતમાં ટ્રેડમિલ પર દોડતા-દોડતા વેપારીને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત

સુરતમાં જીમમાં કસરત કરતી વખતે એક વ્યક્તિનું અચાનક મોત થયું હતું. ખરેખરમાં કસરત કરી રહેલા વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના જીમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Written by Rakesh Parmar
October 15, 2024 15:28 IST
VIDEO: સુરતમાં ટ્રેડમિલ પર દોડતા-દોડતા વેપારીને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત
જીમમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ દ્વારકાદાસ મારુ તરીકે થઈ હતી, જે સુરતના ટેક્સટાઈલ બિઝનેસમેન છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Surat News: આજકાલ લોકો પોતાના શરીરને ફિટ રાખવા માટે વિવિધ ઉપાયો કરે છે. લોકો જીમમાં જઈને કસરત કરે છે અને શરીરને ફિટ રાખી બીમારીઓથી દૂર રહે છે. આવી સ્થિતિમાં જીમમાં કસરત કરતી વખતે કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઈ જાય તે મોટી વિડંબના છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સુરતમાં જીમમાં કસરત કરતી વખતે એક વ્યક્તિનું અચાનક મોત થયું હતું. ખરેખરમાં કસરત કરી રહેલા વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના જીમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોવા મળે છે કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિ એકદમ ઠીક દેખાતો હતો અને કસરત કરી રહ્યો છે. તે બીજા બધા સાથે સામાન્ય રીતે કસરત કરી રહ્યો હતો જ્યારે વ્યાયામ કરતી વખતે અચાનક તે નીચે પડી જાય છે. તે તેના પેટના આશરે ટ્રેડમિલ પરથી કૂદીની ફ્લોર પર પડી જાય છે. બધા તેની તરફ દોડે છે અને તેને સંભાળવાનો પ્રયાસ કરે છે.

CPR પણ કામ ન આવ્યું

કોઈક રીતે તેને સીધો કરીને CPR આપવામાં આવે છે. લગભગ 5 મિનિટ સુધી તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તે જીવિત થઈ શક્યો નહીં. આ પછી લોકોએ તેના પરિવારજનોને ફોન કરીને જાણ કરી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ડૉક્ટરોએ હાર્ટ એટેકની પુષ્ટિ કરી છે. જીમમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ દ્વારકાદાસ મારુ તરીકે થઈ હતી, જે સુરતના ટેક્સટાઈલ બિઝનેસમેન છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ