રીતુ શર્મા : ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ તેની દિવાલો પર ચોંટાડવામાં આવેલી તસવીરો તેની ઘણી કહાનીઓ કહે છે, જેમાં સ્વર્ગસ્થ ચિમનલાલ હેમરાજ જોશી દ્વારા આ તસવીરો આવરી લેવામાં આવી હતી, આ સિવાય, અહીં મહાત્મા ગાંધી, રાજ કપૂર, સરદાર વલ્લભભાઇ પટેલ, નરેન્દ્ર મોદી અને અન્ય લોકો દ્વારા આ હોટલમાં જમવાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ્સનો મોટો કોલાજ છે. આટલું જ નહીં તેની દિવાલો પર જૂના અખબારના કટીંગ છેલ્લા 123 વર્ષોમાં તેની બાકીની કહાની દર્શાવે છે, હાલમાં હોટલની આસપાસની દરેક વસ્તુ અને કેટલીક અંદર વસ્તુઓ બદલાઈ ગઈ છે, સિવાય કે અહીંના જમવાનો અને નાસ્તાનો સ્વાદ, જે આજે પણ વફાદાર ગ્રાહકો આરોગે છે.
ગાંધી રોડ પરના આશરે 2,000 ચોરસ ફૂટનું આ સ્થાન, જે એકદમ વ્યસ્ત રોડ છે, કારણ કે તે સાંકડો પણ છે, જે તેની ઉંમર દર્શાવે છે, પરંતુ આ રોડનું ગામઠી આકર્ષણ આજે પણ અકબંધ છે. ઢાળવાળી શેરી પાસે તે સમયે ઘડીયાળ, સાયકલ, અને ચશ્મા વેચાતા હતા, હવે તેની જગ્યાએ હાલમાં મોટે ભાગે ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક માલ અને ફેન્સી લાઇટ્સો વેચાય છે, અહીં લોકો હવે રિટેલ કરતા જથ્થાબંધ વેપારીઓ વ્યવસાય કરે છે.
મૂળ ચાર માળની ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ, જે એક જ માળની થઈ ગઈ છે, તે હવે લાકડાના બીમ પર ઉભી છે, એક તરફ મોટુ ખુલ્લુ રસોડું અને બીજી બાજુ ચા બનાવવાનો વિસ્તાર, બોહેમિયન મોઝેક ટાઇલ્સની એક લાઇન દિવાલોના નીચલા અડધા ભાગમાં લગાવવામાં આવી છે, જે ભેજથી બચાવવા માટે પાછળથી ઉમેરવામાં આવી છે.
એક નાની ચાની લારીથી લઈ દિવસમાં 18 હજાર કપ ચા સુધીની સફર
ચીમનલાલે હેમરાજ જોશી 20 વર્ષના હતા ત્યારે તેમણે ઈ.સ. 1900માં એક નાની ચાની લારીથી શરૂઆત કરી હતી, ત્યારબાદ સ્ટોલ એટલો લોકપ્રિય થયો કે તે એક જ દિવસમાં લગભગ 18,000 કપ ચા વેચવા લાગ્યા હતા, જોશીના પૌત્ર, માલાવ જોશી (62 વર્ષ)એ કહ્યું કે, તેઓ ચંદ્રવિલાસ 2002 થી ચલાવી રહ્યા છે.
ચા બનાવવાના ઉપયોગ માટેનું ગરમ પાણીનું બોઈલર જોવા લોકો આવતા
“ખૂબ માંગ વધતા, મારા દાદાએ તે સમયમાં ગરમ પાણી માટે સૌપ્રથમ બોઈલર મંગાવ્યું, જેથી આટલી બધી ચા બનાવવાની સુવિધા થઈ શકે, ગુજરાતીમાં તેને બામ્બા તરીકે ઓળખવામાં આવતુ. ચંદ્રવિલાસની ત્રીજી પેઢીના માલિક માલવ જોશી કહે છે, “લોકો બોઈલર જોવા માટે આવતા હતા અને તે એટલી લોકપ્રિય થઈ ગઈ કે લોકો આજદિન સુધી કહે છે,” બામ્બા ની ચા પીવ જઈએ.

લોકો ઘણીવાર પોતાના અહીંના ભાવનાત્મક જોડાણની કહાની કહે છે, જે લોકો તેમના દાદા સાથે અહીં કેસર પિસ્તા દૂધ અને કેસર પિસ્તા આઇસક્રીમ ખાવા આવતા હતા. જે પણ ગુજરાતભરના વેપારીઓ ગાંધી માર્ગ પર પોતાનો ધંધો કરવા આવે, તે ફાફાડા-જલેબી ખાવા ચોક્કસ આવે છે, દૈનિક રૂટિન એક કપ ચા અને ખાડીયા વિસ્તારના રહેવાસીઓથી શરૂ થાય છે, હાલમાં ગુજરાતી દાળ અને ગુજરાતી થાળી જે પછીથી એક વધારાનું શરૂ કરવામાં આવ્યું હતું.
ફાફડા-જલેબી કોમ્બો ડીસ, તે તત્કાલ હીટ થઈ હતી
“છેલ્લા બે દાયકાથી, હું જ્યારે પણ વેપાર માટે આ વિસ્તારમાં જાઉ તો ફફડા-જલેબીની એક પ્લેટ માટે અહીં સ્પેશ્યલ આવું છું.”
ફાફ્ડા બનાવવા સૌથી વધુ અઘરું કામ છે અને તેને વિશેષ તકનીકની જરૂર હોય છે, 70 -વર્ષિય ગણેશ સિંહ રાજપૂત કહે છે, જે ચંદ્રવિલાસના સૌથી જુના કર્મચારી, જે તેમની 20 વર્ષની ઉંમરે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ સાથે જોડાયા હતા. મૂળ રાજસ્થાનના, રાજપૂતે શેર કર્યું કે, અનેક લોકોને વર્ષોથી અહીં જોઉ છુ, જે દાયકાઓથી તેમના સ્વાદ માટે આવે છે.

એક ગ્રાહક હર્ષિતભાઈ કહે છે, “સ્વાદ તેવો જ છે જે મેં અહીં પહેલી વાર ખાધો હતો. હું એક જૈન છું અને હું ખૂબ ભાગ્યે જ ખાઉં છું, પરંતુ આ એક એવુ સ્થાન છે, જ્યારે હુ અહીં હોઉ ત્યારે ચૂકતો નથી. હું હંમેશા અહીં ફાફડા જલેબી ખાઉ છુ.
ચાના સ્ટોલ બાદ 1915 ની આસપાસ ફફ્ડાની શરૂઆત થઈ તે પણ પૈપૈયાની ચટણી અને કઢી સાથે. માલવી જોશીએ જાહેર કર્યું કે, બાદમાં જલેબી ઉમેરવામાં આવી હતી અને ફાફડા-જલેબીનું સંયોજન લોકોમાં ઝડપથી હીટ થઈ ગયું.
ફાફડા-જલેબીનું પ્રખ્યાત મિશ્રણ અહીંથી શરૂ થયું
“ફાફડા-જલેબીનું પ્રખ્યાત મિશ્રણ અહીંથી શરૂ થયું અને દશેરાએ તો મોડી રાત સુધી લોકો અહીં જલેબી-ફાફડા ખરીદવા લાઈનો લગાવે છે. અમિતાભ બચ્ચન, મહાત્મા ગાંધી, ઈન્દુલાલ યાજ્ઞિક અને સરદાર વલ્લભાઈ પટેલ જેવા વ્યક્તિત્વોને યાદ કરતાં તેઓ કહે છે,” તેઓ પણ કહેતા કે, તેમના રતાલુ-પુરી માટે પ્રખ્યાત સ્થળ છે.
દાળની સુગંધ 1 કિલો મીટર સૂંઘી શકાતી
માલવ જોશી કહે છે, ગુજરાતી થાળી 1925 માં શરૂ કરવામાં આવી હતી અને તે સમયે તેની કિંમત એક રૂપિયો હતી. “રહેવાસીઓ દાળને યાદ કરી કહે છે કે, તેની સુગંધ પાંચ કુવાથી લઈ કિશોર દરવાજા સુધી, લગભગ એક કિલોમીટરના વિસ્તાર સુધી સૂંઘી શકાતી હતી. તેઓ બધા અમારી સિક્રેટ રેસિપી વિશે પૂછતા હતા, લોકો દાવો કરતા કે જમ્યા પછી બે-ત્રણ દિવસ સુધી હાથમાંથી ખોરાકની સુગંધ તમારા હાથમાંથી નહીં છૂટે. મારા દાદા હસતા અને કહેતા તમારો સાબુ બદલો.
રોજ વકરો ગણવામાં નહોતો આવતો તોલવામાં આવતો
તે સમયે એવો ધંધો હતો કે, સિક્કાઓ ગણતરી કરવાને બદલે સાજે હિસાબ સમયે તોલવામાં આવતા. 1983 સુધી અમારી પાસે 450 નો સ્ટાફ હતો, જે હવે ઘટીને માત્ર સાત થઈ ગયો છે.” આજે તેમનો મોટો ભાઈ મલય નજીકની દુકાનમાં ડાઈનિંગ હોલ ચલાવે છે. બે વર્ષ પહેલા લગભગ બે દાયકાના વિરામ બાદ થાળી ફરી શરૂ કરવામાં આવી હતી.
જેમ જેમ દિવસે ગ્રાહકો વહેલી સવારમાં આવવાનું શરૂ કરે છે, છ લોકોનું ગ્રુપ ઉત્સાહપૂર્વક પ્લાસ્ટિકની ખુરશીઓ પર તેમની બેઠકો લે છે. મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરેશ પરીખ કહે છે, “અમારી પાસે માત્ર બે કલાક હતા અને અમારા એક મિત્ર દ્વારા ફાફડા-જલેબી માટે અમને આ રેસ્ટોરન્ટની ભલામણ કરવામાં આવી, અને અમે આવ્યા છીએ.”
આ ગ્રુપમાં લગ્નમાં હાજરી આપવા માટે આવેલ પરિવાર બે દિવસ માટે અમદાવાદમાં હતો. ગ્રૂપની શ્રદ્ધા શાહ કહે છે, “અમને ટેક્સી ન લઈ જવાનું પણ કહેવામાં આવ્યું હતું, કારણ કે કાર રોડ પરથી પસાર કરવામાં અથવા પાર્કિંગ કરવામાં તકલીફ પડશે. “અમને મુંબઈમાં જે મળે છે તે ફાફડા-જલેબીનો સ્વાદ, અહીંના સ્વાદ સાથે મેળ ખાતો નથી. ઉપરાંત, કાચા પપૈયાનું સલાડ કંઈક નવું જ છે જે અમારે ત્યાં ક્યાંય મળતું નથી.”
ઘરે ચાર કાર છતા રીક્ષામાં આવીએ છીએ
ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને શહેરના પશ્ચિમ વિસ્તારોમાં સ્થાયી થયેલા ઘણા લોકો માટે આ સ્થળ હદ બહારનું બની રહ્યું છે, જોષી પરિવારના સભ્યો પણ કહે છે કે, તેમના ઘરે ચાર કાર હોવા છતાં તેઓ પોતે ઓટોરિક્ષામાં આવે છે.
આ પણ વાંચો – વિશ્વ બેન્કના વડા તરીકે જો બાઈડ દ્વારા નામાંકીત અજય બંગાનું શું છે અમદાવાદ કનેક્શન?
માલવ જોશીએ કહ્યું, “હું ચંદ્ર વિલાસ રેસ્ટોરન્ટ પશ્ચિમ અમદાવાદમાં ખોલી શકું છું અને દસ ગણો વધુ સારો બિઝનેસ કરી શકું છું, પરંતુ પછી આ વારસાનું શું થાય. આ સ્થાન સાથે ઘણી બધી લાગણીઓ જોડાયેલી હોવાથી હું તે છોડી શકતો નથી, જે લોકો આવે છે તેઓ તેમની આ રેસ્ટોરન્ટ સાથે જોડાયેલી કહાનીઓ મારી સાથે શેર કરે છે અને આ સ્થળને ચાલુ રાખવા વિનંતી કરે છે.”
(ભાવાનુવાદ – કિરણ મહેતા)