scorecardresearch

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસ્યો

Rain In Amreli District : ધારીના લાખાપાદર, નાગ્ધ્રા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે

rain In Amreli district
અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો

Amreli District Rain : સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ધારી ગીર પંથકના ગામડાઓમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. ગીરના ગામડાઓમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું. પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ધારીના લાખાપાદર, નાગ્ધ્રા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. અમરેલી તેમજ ગીરમાં કમોસમી વરસાદ વરસતા પાકને ભારે નુકસાન જવાની ભીતિ સર્જાઇ છે.

આ પણ વાંચો – અમદાવાદ સાબરમતી નદી : તિરાડ બાદ હવે અટલ બ્રિજ પર કાચની પેનલ પારદર્શિતા પણ ગુમાવી રહી

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સાથે હવામાન વિભાગે અમદાવાદમાં આકરી ગરમી પડવાની આગાહી પણ કરી છે. અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

ગોંડલ પંથકમાં પડેલા માવઠાને પગલે નવા માર્કેટયાર્ડમાં પડેલી જણસ પલળી ગઇ હતી. ખેડૂતો સહિત વેપારીઓની જણસ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડી રહી હતી. જણસ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે સતત કમોસમી વરસાદ વરસ્યો છે. ભાગ્યે જ એવું કોઇ સપ્તાહ હશે જેમાં કમોસમી વરસાદ પડ્યો ન હોય. જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.

Web Title: Change weather in amreli district rain in rural areas

Best of Express