સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2023: મહારાષ્ટ્ર દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય, શહેરોમાં ઈન્દોર અને સુરત મોખરે

સ્વચ્છ શહેરની સૂચિ: ઈન્દોરને સતત સાતમા વર્ષે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. રાજ્યોની વાત કરીએ તો આ યાદીમાં મહારાષ્ટ્ર ટોપ પર છે.

Written by Ankit Patel
Updated : January 11, 2024 14:56 IST
સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2023: મહારાષ્ટ્ર દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય, શહેરોમાં ઈન્દોર અને સુરત મોખરે
સ્વચ્છ ભારત - Express photo

આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં મહારાષ્ટ્ર જીત્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છતા સર્વેક્ષણમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. મહારાષ્ટ્ર પછી મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આવે છે. શહેરોની વાત કરીએ તો એમપીનું ઈન્દોર અને ગુજરાતનું સુરત મોખરે છે. આ પછી નવી મુંબઈને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. ઈન્દોરને સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે.

રાજધાની નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને પુરસ્કારોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર રહ્યા હતા. ઈન્દોર સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવને આ એવોર્ડ આપ્યો હતો.

શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ દેશના 4447 શહેરોને આવરી લેવામાં આવ્યા છે. આના આધારે રેન્કિંગ નક્કી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલને દેશનું પાંચમું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીને સૌથી સ્વચ્છ ગંગા ટાઉનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બીજા નંબરનું સૌથી સ્વચ્છ ગંગા નગર યુપીનું પ્રયાગરાજ હતું.સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ મહુને આપવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ