ગુજરાત: વાંસદાના કોંગ્રેસ MLA અનંત પટેલ પર જીવલેણ હુમલો, શું છે પુરો મામલો? કેમ રોષ ભભૂક્યો?

Congress MLA Anant Patel attacked in Gujarat : વાંસદાના ધારાસભ્ય (Vansada MLA) અને આદિવાસી નેતા (adivasi leaders)અનંત પટેલ પર જીવલેણ હુમલા બાદ લોકોનો રોષ ભભુકી ઉઠ્યો. ક્યાંક દુકાનોને આંગચાંપી તો ક્યાંક સમર્થકોએ સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને બીજેપી (BJP) પર લગાવ્યા આરોપ.

Written by Kiran Mehta
Updated : October 09, 2022 15:52 IST
ગુજરાત: વાંસદાના કોંગ્રેસ MLA અનંત પટેલ પર જીવલેણ હુમલો, શું છે પુરો મામલો? કેમ રોષ ભભૂક્યો?
વાંસદાના કોંગ્રેસ MLA અનંત પટેલ પર જીવલેણ હુમલાનો મામલો

Congress MLA Anant Patel attacked in Gujarat: ગુજરાતમાં આદિવાસી નેતા (adivasi leaders)અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ (Congress MLA Anant Patel) પર શનિવારે રાત્રે ખેરગામ (Khergham) માં હુમલો (Attacked) કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનંત પટેલને માથામાં ઈજા થઈ છે. આ હુમલો એક જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં તેમની કારની પણ તોડફોડ કરવામાં આવી હતી. નવસારી (Navsari) ના વાંસદા (Vansada) ના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ખૂબ જ લોકપ્રિય નેતા છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ આદિવાસી આંદોલન ચલાવી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ તેમના સમર્થકોએ તેને બીજેપીનું ષડયંત્ર ગણાવી દુકાનોને આગ ચાંપી દીધી હતી. સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે તેમાં પટેલને હુમલામાં ઘાયલ અને તેના માથામાંથી લોહી નીકળતું જોવા મળે છે.

ધારાસભ્ય પટેલના સમર્થકોએ જણાવ્યું હતું કે, નવસારીના ખેરગામ ગામની મુલાકાત વખતે ધારાસભ્ય પર હુમલો થયો હતો. પટેલ તેમની કારમાં હતા ત્યારે લગભગ 50 લોકોના ટોળાએ તેમનું વાહન અટકાવ્યું અને હુમલો કરવાનું શરૂ કર્યું. તેઓએ કારનો કાચ તોડી નાખતા પટેલને માથામાં ઈજા થઈ હતી.

ખેરગામમાં હુમલા બાદ ધારાસભ્ય પટેલ ખેરગામમાં સ્થળ પર જ ધરણા પર બેઠા હતા. જેના પગલે તેમના સમર્થકોએ પટેલના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ દરમિયાન એક જગ્યાએ દુકાનોને પણ આગ ચાંપવામાં આવી હતી. પટેલે કહ્યું હતું કે “ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જે કોઈ અવાજ ઉઠાવે છે તેને મારવામાં આવે છે અને જેલમાં મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે હુમલા દરમિયાન મને જાતિવાદી અપશબ્દો આપવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, તમે નેતા બની રહ્યા છો, અહીં એક પણ આદિવાસીને ચાલવા નહીં દઈએ.

આ પણ વાંચોવડોદરામાં કેજરીવાલના રોડ શો પહેલા તોડફોડ, દાહોદમાં કેજરીવાલે શું કહ્યું?

આ ઘટના બાદ ધારાસભ્ય અનંત પટેલ પણ સ્થાનિક પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં તેમણે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહિર અને તેમના સહયોગી રિંકુ આહિર પર તેમના જૂથના અન્ય સભ્યો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. પટેલે કહ્યું, “ભીખુ આહિરે મારા પર હુમલો કર્યો જ્યારે તેના ભત્રીજાએ મારી કારનો કાચ તોડી નાખ્યો. હુમલો કરનારા લગભગ 50 લોકો હતા.” ગુજરાતના નવસારીના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “ફરિયાદ નિયમ મુજબ દાખલ કરવામાં આવી છે.” શનિવારે રાત્રે પ્રદર્શનકારીઓએ એક દુકાનને આગ ચાંપી દીધી હતી અને ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડમાં તોડફોડ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ