PMOના અધિકારીની ઓળખ આપી રોલો પાડતો ઠગ કિરણ પટેલ ઝડપાયો, Z + સિક્યોરિટી, બુલેટપ્રુફ કારની સુવિધા લેતો

Gujarat Conman Kiran Patel: સુરક્ષા વ્યવસ્થાની મજાક ઉડાવનાર ઠગ કિરણ પટેલની પોલીસે ધરપકડ કરી, શ્રીનગરના પોતાના પ્રવાસ દરમિયાન અધિકારીઓ સાથે ઘણી બેઠક પણ કરી હતી

Written by Ashish Goyal
March 17, 2023 21:31 IST
PMOના અધિકારીની ઓળખ આપી રોલો પાડતો ઠગ કિરણ પટેલ ઝડપાયો, Z + સિક્યોરિટી, બુલેટપ્રુફ કારની સુવિધા લેતો
ગુજરાત સીએમઓ ઓફિસના અધિકારીના પુત્ર સાથે કિરણ પટેલને વેપારી સંબંધો (Video screengrab/ @bansijpatel/ Twitter)

પ્રધાનમંત્રી કાર્યાલયનો વરિષ્ઠ અધિકારી બતાવીને જમ્મુ કાશ્મીર પ્રશાસન પાસેથી ઝેડ પ્લસ સુરક્ષા, એક બુલેટપ્રુફ સ્કોર્પિયો એસયુવી, ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા લેનાર અને સુરક્ષા વ્યવસ્થાની મજાક ઉડાવનાર ઠગ કિરણ પટેલની પોલીસે ધરપકડ કરી છે. તેને 15 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે. આ દરમિયાન કિરણ પટેલના વકીલ રેહાન ગૌહરે દાવો કર્યો કે તેની સાથે અન્ય એક વ્યક્તિ હતો. ગૌહરે કહ્યું કે પોલીસે મેજિસ્ટ્રેટ સામે કલમ 16-એ અંતર્ગત કિરણ પટેલનું નિવેદન લીધું છે. જોકે અન્ય એક વ્યક્તિને છોડી મુકાયો છે.

બધા આરોપો ખોટા – કિરણ પટેલ

કિરણ પટેલે પોતાની સામે લગાવેલા બધા આરોપોને ફગાવતા તેને ખોટા ગણાવ્યા છે. કિરણ પટેલના પરિવારનું માનવું છે કે આ કોઇ રાજનીતિક પ્રતિદ્વદ્વિંતાનો ભાગ છે. પટેલ સામે શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઠગ કિરણ પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીનગરના પોતાના પ્રવાસ દરમિયાન અધિકારીઓ સાથે ઘણી બેઠક પણ કરી હતી.

પોતાને ગણાવતો એડિશનલ જનરલ

પોતાને પ્રધાનમંત્રી કાર્યાલયમાં રણનીતિ અને અભિયાનની જવાબદારી સંભાળનાર એડિશનલ ડાયરેક્ટર બતાવનાર કિરણ પટેલની લગભગ 10 દિવસ પહેલા ધરપકડ કરી હતી. જોકે પોલીસે તેની ધરપકડને ગોપનીય રાખી હતી. ગુરુવારે મેજિસ્ટ્રેટ દ્વારા ન્યાયિક હિરાસતમાં મોકલ્યા પછી આ મામલો સામે આવ્યો છે. એ સ્પષ્ટ નથી કે તેની ધરપકડના દિવસે જ એફઆઈઆર નોંધાઇ હતી કે નોંધવામાં મોડું થયું હતું.

આ પણ વાંચો – ગુજરાત સહિત 7 રાજ્યોમાં PM મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થપાશે, કેન્દ્ર સરકાર ₹ 4445 કરોડ રૂપિયા ખર્ચશે

કિરણ પટેલે ફેબ્રુઆરીમાં કરી હતી પ્રથમ યાત્રા

ઠગ કિરણ પટેલે ઘાટીમાં પહેલી યાત્રા ફેબ્રુઆરી કરી હતી. ત્યારે તેણે હેલ્થ રિસોર્ટ્સનો પ્રવાસ કર્યો હતો. અર્ધસૈનિક બળ અને પોલીસની સુરક્ષા સાથે તેના વિભિન્ન સ્થાનોની યાત્રાના ઘણા વીડિયો છે. તે પેરામિલિટ્રી ગાર્ડો સાથે બડગામના દુધપથરીમાં બરફ વચ્ચે જતો જોવા મળે છે. તે શ્રીનગરના ક્લોક ટાવર લાલ ચોક સામે ફોટો પડાવતો જોવા મળે છે.

સૂત્રોનું કહેવું છે કે કિરણ પટેલે ગુજરાતથી વધારે પર્યટકોને લાવવાની રીત અને દુધપથરીને એક પ્રમુખ પર્યટન સ્થળ બનાવવા વિશે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. જોકે બે સપ્તાહની અંદર પોતાના બીજા પ્રવાસ પર શ્રીનગર આવ્યા પછી તે શંકાના ઘેરામાં આવ્યો હતો.

કિરણ પટેલનું ટ્વિટર વેરિફાઇડ એકાઉન્ટ છે

કિરણ પટેલનું ટ્વિટર વેરિફાઇડ એકાઉન્ટ છે. તેને હજારો લોકો ફોલો કરે છે. પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક વીડિયો પણ શેર કર્યા હતા. જેમાં તેણે ઓફિશિયલ પ્રવાસ ગણાવ્યો હતો. શેર કરાયેલા વીડિયોમાં તે જવાનો સાથે જોવા મળે છે.

ઠગ કિરણ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે તેની પાસે વર્જીનિયાની કોમનવેલ્સ યુનિવર્સિટીથી પીએચડી અને આઈઆઈએમ ત્રિચીથી એમબીએની ડિગ્રી છે. કમ્પ્યુટર સાયન્સમાં એમટેક અને કમ્પ્યુટર એન્જીનિયરિંગમાં બીઇ હોલ્ડર છે. તેણે પોતાને વિચારક, રણનીતિકાર, વિશ્લેષક અને કેમ્પેન મેનેજર પણ બતાવ્યો છે.

પોલીસે કહ્યું કે તેની સામે અમદાવાદ અને વડોદરાના પોલીસ સ્ટેશનમાં 2017થી છેતરપિંડી, વિશ્વાસઘાત સહિત વિભિન્ન કલમો અંતર્ગત ત્રણ મામલા નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું કે તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખાના રુપમાં મનાતા પુલા ઉપર તસવીર ખેંચાવતા ઉત્તરી કાશ્મીરના ઉરીમાં અંતિમ ચોકીનો પ્રવાસ પણ કર્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ